GSEB HSC Result 2023: શું આવતીકાલે જાહેર થશે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, ગુજરાત બોર્ડે કર્યો મોટો ખુલાસો
GSEB HSC Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આજ રોજ સોશિયલ મીડીયામાં ધોરણ-12 (આર્ટ્સ કોમેર્સ)નું પરિણામ તા.27/05/2023ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ધોરણ 10નું પરિણામ જાહેર થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ધોરણ.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાના ખોટા મેસેજે વેગ પકડ્યો હતો. જેના કારણે લોકો ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે અને મેસેજની સ્પષ્ટતા કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાઇ રહ્યો છે. પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડે આ સમાચારનું ખંડન કર્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આજ રોજ સોશિયલ મીડીયામાં ધોરણ-12 (આર્ટ્સ કોમેર્સ)નું પરિણામ તા.27/05/2023ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. તેવી બનાવટી અખબારી યાદી ફરી રહી છે. પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવી નથી.
આમ ગુજરાત બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)નું પરીણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે કયારે જાહેર થશે તેની અખબારયાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ અખબારી યાદી ખોટી હોઇ બોર્ડ દ્વારા આ સમાચારને રદીયો આપવામાં આવે છે.
નોંધનીય છે કે, હાલ સોશિયલ મીડિયામાં ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામના જે સમાચાર વહેતા થયા છે ખોટા છે, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા સંચાલકો, શિક્ષકો અને આચાર્યોએ આવા ખોટા મેસેજને ધ્યાનમાં ન લેવા અપીલ કરી છે. આગામી દિવસોમાં જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે તેની તારીખ અને લગતી વિગતોની માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડેની ઓફિસિયલ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે