એશિયામાં ગુજરાતનાં આ એકમાત્ર સ્થળ પર રણની રેતિમાં પણ થાય છે યોટિંગ

આર્મી દિવસ ની ઉજવણી ભાગ રૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા નૌકા વિહાર અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભોગીલીક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતગત સમગ્ર દેશમાંથી 15 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાન 8 દિવસની સફર બાદ આજે ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવ્યું હતું. 
એશિયામાં ગુજરાતનાં આ એકમાત્ર સ્થળ પર રણની રેતિમાં પણ થાય છે યોટિંગ

રાજેન્દ્ર ઠાકર/ભુજ: આર્મી દિવસ ની ઉજવણી ભાગ રૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા નૌકા વિહાર અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભોગીલીક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતગત સમગ્ર દેશમાંથી 15 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાન 8 દિવસની સફર બાદ આજે ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવ્યું હતું. 

આર્મીના 15 જવાનોએ 8 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 400 કિલ્લો મીટરનું અંતર કાપી કચ્છના રણ ભોગોલીક પરિસ્થતિથી વાકેફ થયા હતા. ધોરડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપીદિશન ભાગ લીધેલ તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંતગત જવાનોએ ધર્મશાળા, વિધાકોર્ટ , ધોરડો, તેમજ શક્તિબેટ જેવા સ્થળની મુલાકાત લીધી હતી. 

ઉપરાંત લોકોને આર્મીની કામગીરી વાકેફ થાય અને લોકોમા આર્મી જોડાઈને દેશ સેવા કરે તેવા આશય સાથે આર્મીના ૭૨ માં આર્મી દિવસ અંતગત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે બ્રિગેડિયરે જણાવ્યું કે, આ સફર એડવેન્ચર ભરેલી હોય છે. એશિયામાં અહીંજ એક સ્થળ છે કે જ્યાં આ સફર થઈ શકે છે. જેમાં દેશભરમાંથી જવાનોએ ભાગ લીધો તેને અભિનંદન પાઠવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news