રાજકોટવાસીઓના ખિસ્સા પર વધશે બોજ! હીરાસર એરપોર્ટ પહોંચવાનું ભાડુ સાંભળીને ચોંકી જશો!

રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવું મોંઘું સાબિત થઈ રહ્યું છે. ટેક્સી એસોસિયેશન દ્વારા ભાડું નક્કી કરવા માટેની એક બેઠક મળી હતી. જેમાં ટેક્સી એસોસિયેશન દ્વારા સર્વ સંમતીથી ન્યુનતમ ભાડુ બે હજાર રૂપિયા ભાડું રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટવાસીઓના ખિસ્સા પર વધશે બોજ! હીરાસર એરપોર્ટ પહોંચવાનું ભાડુ સાંભળીને ચોંકી જશો!

ઝી બ્યુરો/રાજકોટ: હીરાસર એરપોર્ટ શરૂ થયા બાદ રાજકોટવાસીઓની સુવિધામાં વધારો થયો છે. પરંતુ રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવું મોંઘું સાબિત થઈ રહ્યું છે. ટેક્સી એસોસિયેશન દ્વારા ભાડું નક્કી કરવા માટેની એક બેઠક મળી હતી. જેમાં ટેક્સી એસોસિયેશન દ્વારા સર્વ સંમતીથી ન્યુનતમ ભાડુ બે હજાર રૂપિયા ભાડું રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે રિક્ષા ચાલકો દ્વારા રૂપિયા એક હજાર ભાડું લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સી અને રીક્ષા ચાલકો દ્વારા ભાડું વધારવામાં આવતા રાજકોટવાસીઓના ખિસ્સા પર બોજો વધશે. 

ટેક્સી એસો.ના હોદેદારો દ્વારા આ મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન અપાયું છે. ટેક્સી એસોએ જણાવ્યું હતું કે, ટેક્સીના ડ્રાઈવરનું ભથ્થું અને ઇંધણના ભાવને લીધે આ નિર્ણય લેવાયો છે. ટેક્સી રિઝર્વ રાખવા માટે 2000 ભાડા નીચે પોસાઇ તેમ નથી. ફ્લાઇટ અને લોકોના શિડ્યુલનું વર્ક કર્યા બાદ ભાડામાં વધારો નક્કી કરાયો છે. 

રાજકોટ 15 થી 17 કિલો મીટર વિસ્તારમાં વિસ્તરેલું અને અહીંથી હીરાસર સુધીનું અંતર 45 કિલોમીટર થાય છે. ફ્લાઇટના સમય મુજબ જોઈએ તો ટેક્સી ત્યાં પાર્ક રાખવી શક્ય નથી. જેથી જવાનું ભાડું મળે રિટર્ન પેસેન્જર મળતા નથી. ઓટો રીક્ષા અને હોટલના ફોર વહીલના ભાડા સાથે કઈ ચર્ચા કરી નથી.

તેમણે જણાવ્યું હતું કે, બધી વસ્તુ જેવી કે મહેનતાણું, ઈંધણનાં ભાવ તેમજ તમામ ખર્ચાને ધ્યાને લઈ સર્વાનુંમતે એસોસિયેશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજકોટથી એરપોર્ટ ડ્રોપ અને એરપોર્ટથી રાજકોટ ડ્રોપ રૂપિયા બે હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જે પ્રમાણે ફ્લાઈટનો સમય છે. એનાં ઉપર આખું વર્કઆઉટ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news