તમારી ગર્લફ્રેંડ તમારી બાહોમાં હશે માત્ર એક તાંત્રિક વિધિ કરવી પડશે અને પછી 43 લાખ રૂપિયા...

મકરબામાં રહેતા અને ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા એક વ્યક્તિને ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખની તાંત્રિક વિધિ કરાવી ભારે પડી છે. આ વિધિ કરવામાં 43.65 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે છેતરપીંડી થયાનો એહસાસ થતા આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તમારી ગર્લફ્રેંડ તમારી બાહોમાં હશે માત્ર એક તાંત્રિક વિધિ કરવી પડશે અને પછી 43 લાખ રૂપિયા...

મૌલિક ધામેચા/અમદાવાદ : મકરબામાં રહેતા અને ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા એક વ્યક્તિને ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખની તાંત્રિક વિધિ કરાવી ભારે પડી છે. આ વિધિ કરવામાં 43.65 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે છેતરપીંડી થયાનો એહસાસ થતા આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વખતે અમદાવાદનો એક યુવક તાંત્રિક વિધિ કરાવવા જતા લાખો રૂપિયામાં છેતરાયો હોવાનું સામે આવ્યું છે. કેમેરા સામે પોતાની આપવીતી જણાવતો આ વ્યક્તિ છે. અનિલ પટેલ જે અમદાવાદના મકરબામાં રહે છે અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન ધરાવી વેપાર કરતો. જોકે  અનિલ પટેલને મહિલા મિત્ર પર તાંત્રિક વિધિ કરાવવાનું ભારે પડયું અને ગુમાવવા પડ્યા 43.65 લાખ રૂપિયા. જે અંગે હાલ તો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ લોકો સામે ફરિયાદ થતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદી અજય પટેલને તેની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુઃખ થયું. તેમજ ઘરમાં અન્ય સમસ્યાઓ દુર થાય માટે અજય તેના પરિચિત વ્યક્તિના માધ્યમથી ઘાટલોડિયામાં રહેતા અને તાંત્રિક વિધિ કરતા અનિલ જોશી તેમની પત્ની અને તેમના ગુરુજીનો સંપર્ક થયો. સંપર્ક થતા અજય પટેલને એમ કે તેની સમસ્યા દૂર થશે. પણ એવું ન થયું અને તે ખુદ છેતરપિંડીનો ભોગ બન્યો અને તેણે 43.65 લાખ ગુમાવવાનો વારો આવ્યો. જે મામલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભોગબનનાર  અને આરોપીઓ પરિચિતના થકી સંપર્કમાં આવ્યા હતા. જે બાદ વિધિ કરવાના નામે આરોપીઓએ ભોગ બનનાર પાસેથી અલગ અલગ રીતે નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. જેમાં 5 લાખ નેટ બેન્કિંગ અને બીજા નાણાં રોકડ રકમે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતની તમામ પાસાની અંગે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે શહેરમાં તાંત્રિક વિધિ દ્વારા છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આ પ્રકારના કિસા શહેરમાં સામે આવી ચુક્યા છે. તેમજ લોકો પણ આ બાબતે અવગત છે. જોકે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ હજુ સામે આવી રહી છે. ત્યારે આ ઘટના આવા લોકો માટે લાલબતી સમાન છે કે, જેઓ તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે કે, પછી વિચારી રહ્યા છે. જે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. જેથી ફરી કોઈ તાંત્રિક વિધિના નામે છરતરાય નહિ અને નાણાં ગુમાવાનો વારો આવે નહિ. ત્યારે જોવાનું એ રહે છે કે અજય પટેલ  સાથેની ઘટનામાં પોલીસે આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપી પાડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news