યાત્રાધામ દ્વારકામાં શરદપૂનમની આખી રાત્રિ ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા

નવરાત્રીના પંદર દિવસ પહેલાથી લઈ અંત સુધી માતાજીના ગુણ ગાન ગાતી બાળાઓ માટે સતત જાગૃત રહી સેવા બજાવી છે.

યાત્રાધામ દ્વારકામાં શરદપૂનમની આખી રાત્રિ ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા

રાજુભાઈ રૂપારેલિયા/ દ્વારકા: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં બિરલા પ્લોટમાં છેલ્લા 25 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. શરદ પૂનમની રાત્રીને લઇ ગરબાનું આયોજન કરાવમાં આવ્યું હતું. નવરાત્રી 2018ની શરદપૂનમની આખી રાત્રિ ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા અને વિશાળ પ્લોટમાં ઓર્કેશ્ટ્રાના તાલ પર દ્વારાકાવારીઓએ રાસની રમઝટ સાથે રાસોત્સવ માણ્યો હતો. આ ગરબા આયોજનમાં સારા ગરબા રમનારને ભેટ પણ આપવામાંલ આવ્યા હતા.

આ ટેક અંતે સમગ્ર ગરબી મંડળ દ્વરા એક અબ્દુલભાઇ નામના વ્યક્તિનો આભાર માનવામં આવ્યો હતો. કેમ કે આ અબ્દુલભાઇ સતત 25 વર્ષથી અહીં બિરલા પ્લોટની ગરબીનું કામ નીસ્વાર્થ ભાવે કરે છે. નવરાત્રીના પંદર દિવસ પહેલાથી લઈ અંત સુધી માતાજીના ગુણ ગાન ગાતી બાળાઓ માટે સતત જાગૃત રહી સેવા બજાવી છે. એક મુસ્લિમ ભાઈ જ્યારે માતાજીની આરધનાકરતી બાળાઓ માટે આટલું સુંદર કામ કરે ત્યારે આવી કોમી ભાવનાને સહુ કોઈએ વધાવી લીધી હતી. કોમી એકતાનું સુંદર ઉદાહરણ આજના સમાજ માટે દર્શાવ્યું છે. ત્યારે અબ્દુલ ભાઈ ઉર્ફે અબ્લા કાકાનો સહુ કોઈએ આભાર માની શરદપૂનમની ઉજવણી પુરી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news