યુવરાજસિંહનો હુંકાર! 'મારી ધરપકડ માટે હું તૈયાર છું, પહેલાં પણ જેલમાં રહી ચુક્યો છું, યુવાનો માટે લડતો રહીશ'

સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

  • ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું તેડું
  • ડમીકાંડમાં યુવરાજસિંહને ભાવનગર પોલીસનું સમન્સ
  • આજ સાંજ સુધીમાં યુવરાજસિંહે નોંધાવવું પડશે નિવેદન
  • ભાવનગર પોલીસ સમક્ષ નોંધાવવું પડશે નિવેદન

Trending Photos

યુવરાજસિંહનો હુંકાર! 'મારી ધરપકડ માટે હું તૈયાર છું, પહેલાં પણ જેલમાં રહી ચુક્યો છું, યુવાનો માટે લડતો રહીશ'

અતુલ તુવારી, અમદાવાદઃ ડમીકાંડમાં યુવાનેતા યુવરાજસિંહને સમન્સ મોકલવામાં આવ્યું હતું. જે અંતર્ગત તેમને આજે ભાવનગરમાં પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. પોલીસ તેમની આ કેસમાં વિગતવાર પૂછપરછ કરવાની છે. હાલ યુવરાજસિંહ ભાવનગર પહોંચી ચુક્યા છે. યુવરાજસિંહને પોલીસનું તેડું આવતા તેઓ ભાવનગર પહોંચ્યા છે. 12 વાગ્યે તેઓ એસઓજી ક્રાઈમ સમક્ષ હાજર રહેેશે. યુવરાજસિંહે ડમી કાંડ઼ મુદ્દે કરેલાં આક્ષેપો સંદર્ભે પોલીસ પૂછપરછ કરશે. 

આ મુદ્દે ઝી24કલાક સાથેની વાતચીતમાં યુવરાજસિંહે કહ્યું કે, યુવાનો માટે સવાલ ઉઠાવતો રહ્યો છું, યુવાનો માટે લડતો રહીશ.જે પણ સવાલ પૂછવામાં આવશે તેના પુરાવા સાથે જવાબ આપીશ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અપીલ કરતા યુવરાજે કહ્યું કે, અગાઉ તેઓ મારા આપેલા પુરાવા અંગે તપાસ કરાવી કાર્યવાહી કરાવતા રહ્યા છે, હજુ પણ તેમની પાસે મને આશા છે. પોલીસ પૂછપરછ બાદ જો મારી ધરપકડ થાય છે તો પણ એના માટે તૈયાર છું. અગાઉ સાબરમતી જેલમાં રહી ચુક્યો છું.

 

એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??

— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2023

 

યુવરાજસિંહે કહ્યું કે, હું એજન્ટોને મળ્યો હતો પરંતુ સમગ્ર હકીકતો જાણવા તેમને મળવું જરૂરી હતું. જેના કારણે હું ડમીકાંડ ઉજાગર કરી શક્યો છું. પરંતુ કોઈપણ નાણાંકીય વ્યવહારો મેં કર્યા હોય એ વાતમાં કોઈ તથ્ય નથી. જે લોકો ગુનેગાર છે, એ મારા વિરુદ્ધ નિવેદન આપે છે. પોલીસ પાસે મારી વિરુદ્ધ જે પણ પુરાવા હશે, એ છુપાવવામાં નહીં આવે. મારા નામે કોઈએ નાણાં લીધા હોય તો એ વિશે મને જાણ નથી. જે ગુનેગારો છે એમની પાસે એજન્ટ કેવી રીતે પહોંચ્યા એ પણ સવાલ છે, જેમની સામે ફરિયાદ છે એ મારા સુધી એજન્ટો લાવ્યા હતા. મેં એજન્ટોના નામ આપ્યા હતા, કોઈ નાણાંકીય વ્યવહાર મેં કર્યા નથી. જે વાતમાં સત્ય હશે, એ હું સ્વીકારીશ, પોલીસને સહયોગ આપીશું.

ઉલ્લેખનીય છેકે, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમીકાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.

SITએ શરૂ કરી તપાસ-
ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે બનાવેલી SIT અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 

અત્યાર સુધી છ આરોપી ઝડપાયા-
ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે, જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news