ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, ચંદ્રના ક્રેટર જેવા ખાડાઓ પુર્યા

પાદરા જંબુસર  હાઇવે બિસ્માર બન્યો હોવા ના ZEE MEDIA  ના અહેવાલના પગલે તાત્કાલિક અસર થી હાઇવે પર  સમારકામ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આર એન્ડ બી વિભાગ દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. 17 કિલોમીટર સુધી હજારો ખાડા પડતા ગત રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ આખરે તંત્ર ની ઊંઘ ઊડી હતી. તત્કાલ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી.
ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, ચંદ્રના ક્રેટર જેવા ખાડાઓ પુર્યા

વડોદરા : પાદરા જંબુસર  હાઇવે બિસ્માર બન્યો હોવા ના ZEE MEDIA  ના અહેવાલના પગલે તાત્કાલિક અસર થી હાઇવે પર  સમારકામ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આર એન્ડ બી વિભાગ દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. 17 કિલોમીટર સુધી હજારો ખાડા પડતા ગત રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ આખરે તંત્ર ની ઊંઘ ઊડી હતી. તત્કાલ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી.

પાદરા જંબુસર હાઇવે પર રોડ બિસ્માર બન્યો છે. મહુવડ, નવાપુરા, સહયોગ હોટલ પાસે તથા વડું અને વિશ્રામપુરા, મુવાલ ચોકડી અને ગવાસદ સહિત જંબુસર હાઇવે ઠેરઠેર ગાબડા અને રોડ બિસ્માર બન્યો હતો. આ ખખડધજ રોડ અને પડતી મુશ્કેલીઓ અંગે ZEE મીડિયા ધ્વારા શનિવારના રોજ અહેવાલ પસાર કર્યો હતો. જેના કારણે તાબડતોડ તંત્ર દોડતું થયું હતું. અહેવાલના પગલે રોડનું સમારકામ શરૂ કરીને અનેક સ્થળોએ ઢીંગરા મારવાનું તેમજ ખાડાઓ પુરવાનું તેમજ હાઇવે રોડ નું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા સપાડે જાગી ને રોડ નું સમારકામ કરાયું હતું આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકોએ પણ લેખિતમાં તેમજ ઓનલાઈન રજુઆત કરવામાં આવી હતી જેના પગલે કામ શરૂ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક આગેવાનો જણાવ્યું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક રોડ નું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને તે માટે  માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પાદરા જંબુસર હાઇવે પર અનેક સ્થળોએ જ્યા જરૃર હશે ત્યાં પેચિંગ કરવામાં આવશે. જ્યા ખાડાઓ અને ગાબડાઓ હશે તે તમામ સ્થળોએ યુદ્ધ ના ધોરણે સમારકામ કરી અલગ અલગ 6 ટિમો દ્વારા તાત્કાલિક સમારકામ કામ કરવાનું જણાવ્યું હતું.આર એન્ડ બી દ્વારા સમારકામ ની કામગીરી માં 6 ટિમો જે.સી.બી મસીન સહિત 50 થી વધુ કામદારો ને કામે લગાડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news