7th Pay Commission: દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ! આ મહિને ફરી 3% વધશે મોંઘવારી ભથ્થુ
7th Pay Commission: આ વચ્ચે હવે કર્મચારીઓ માટે વધુ એક ગુડ ન્યૂઝ છે કે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થવાનો છે. જો તેમ થશે તો કુલ મોંઘવારી ભથ્થુ 31 ટકા થઈ જશે. એટલે કે દિવાળી કર્મચારીઓ માટે રોશની લાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ 7th Pay Commission: લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (DR) 28 ટકા મળવાનું શરૂ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાને 17 ટકાથી વધારી 28 ટકા કરી દીધું છે.
આ વચ્ચે હવે કર્મચારીઓ માટે વધુ એક ગુડ ન્યૂઝ છે કે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થવાનો છે. જો તેમ થશે તો કુલ મોંઘવારી ભથ્થુ 31 ટકા થઈ જશે. એટલે કે દિવાળી કર્મચારીઓ માટે રોશની લાવી શકે છે.
દિવાળી પહેલા વધશે મોંઘવારી ભથ્થુ!
કર્મચારી યુનિયનની માંગ છે કે સરકારે જલદી 3 ટકા મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરવી જોઈએ, જેથી કર્મચારીઓને મોંઘવારીથી થોડી રાહત મળી શકે. AICPI ઇન્ડેક્સના આંકડા આવી ગયા છે. ઇન્ડેક્સ 121.7 પર પહોંચી ગયો છે. તેવામાં જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી છે. જૂન 2021ના ઇન્ડેક્સમાં 1.1નો વધારો થયો છે, જેથી તે 121.7 પર પહોંચી ગયો છે.
31% થઈ જશે મોંઘવારી ભથ્થુ
આ હિસાબથી મોંઘવારી ભથ્થુ 31.18 ટકા થશે. પરંતુ ડીએની ગણતરી રાઉન્ડ ફિગરમાં થાય છે. તેવામાં ડીએ 31 ટકા થઈ જશે. અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે જૂન 2021ના મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના મધ્ય સુધી થઈ શકે છે. તો તેની ચુકવણી પણ સપ્ટેમ્બરના પગાર સાથે આવી શકે છે.
હવે કેટલો વધી જશે પગાર
હવે જૂનમાં 3 ટકા મોંઘવારી ભથ્થુ વધે છે તો કુલ DA 31 ટકા થઈ જશે. 7th Pay Commission મેટ્રિક્સ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના લેવલ-1 ની સેલેરી રેન્જ 18,000 રૂપિયાથી લઈને 56900 રૂપિયા સુધી છે. હવે 18000 રૂપિયાની બેસિક સેલેરી પર 28 ટકા હિસાબે મોંગવારી ભથ્થુ 5040 રૂપિયા થાય છે, 31 ટકા પર તે વધીને 5580 થઈ જશે. આ હિસાબે પગારમાં વધારો 6480 રૂપિયા થશે.
કેટલો વધશે પગાર?
1. કર્મચારીઓની બેસિક સેલેરી 18,000 રૂપિયા
2. નવુ મોંઘવારી ભથ્થુ (31%) 5580 રૂપિયા/મહિને
3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થુ (28%) 5040 રૂપિયા/મહિને
4. મોંઘવારી ભથ્થામાં વધારો 5580-5040 = 540
5. પગારમાં વાર્ષિક વધારો 540X12= 6480 રૂપિયા
વધુમાં વધુ બેસિક સેલેરી પર કેલકુલેશન
હવે આ કેલકુલેશન લેવલ-1ની વધુમાં વધુ બેસિક સેલેરી 56900 રૂપિયા પર છે.
31% DA પર ગણતરી
1. કર્મચારીની બેસિક સેલેરી 56900 રૂપિયા
2. નવુ મોંઘવારી ભથ્થુ (31%) 17639 રૂપિયા/મહિને
3. અત્યાર સુધીનું ડીએ (28%) 15932 રૂપિયા/મહિને
4. મોંઘવારી ભથ્થામાં વધારો 17639-15932 = 1707
5. પગારમાં વાર્ષિક વધારો 1707X12= 20484 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે