Digestion Problem: ખાતાની સાથે જ ફૂલી જાય છે પેટ? આ 3 દેશી નુસખા તમને અપાવશે રાહત
જો તમને પણ ખાતાની સાથે જ પેટ ફૂલવા અને અપચાની સમસ્યા રહે છે, તો તમે ડાયટ સાથે જોડાયેલી આ ખાસ વાતોનું ધ્યાન રાખો. ભોજનમાં લાપરવાહી, અસમય ભોજન કરવું અને ખાણી પીણીની અનહેલ્ધી આદતો પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ પેદા કરે છે.
Trending Photos
નવી દિલ્હી: જો તમને પણ ખાતાની સાથે જ પેટ ફૂલવા અને અપચાની સમસ્યા રહે છે, તો તમે ડાયટ સાથે જોડાયેલી આ ખાસ વાતોનું ધ્યાન રાખો. ભોજનમાં લાપરવાહી, અસમય ભોજન કરવું અને ખાણી પીણીની અનહેલ્ધી આદતો પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ પેદા કરે છે, જેના લીધે પેટ ફૂલવા અને ગેસ સંબંધિત સમ્સ્યા થઇ શકે છે. ઉંઘ પૂરી ન થવાના કારણે એક મોટું કારણ છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક દેશી નુસખા અજમાવી શકો છો.
નારિયેળ પાણી
નારિયેળ પાણી તમારા શરીરમાં આવેલી ઇલેક્ટ્રોલાઇટની ઉણપને દૂર કરે છે. જેનાથી પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે. જો તમે લેટ નાઇટ ડિનર કર્યું છે અને સવારેની શરૂઆત નારિયેળ પાણી સાથે કરો. તેનાથી રાહત મળશે પાચન પણ સારું રહેશે.
શેરડીનો રસ
શેરડીનો રસ પીવો તમારા માટે ફાયદાકારક રહેશે. આ બોડીને ડિટોક્સીફાઇ કરે છે. શેરડીના રસમાં ગ્લાઇકોલિક એસિડ હોય છે. જે સ્કીન માટે ફાયદાકારક હોય છે.
ગુલકંદ
ગુલકંદ ગુલાબના પાંદડા, ખાંડ અને કેટલીક જડ્ડીબુટ્ટીઓથી તૈયાર કરવામાં આવે છે. આ એસિડિટી સહિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. વધુ પડતું ભોજ અને ઉંધ પુરી ન થવાના લીધે તમને ડાઇજેશન સાથે જોડાયેલી સમસ્યા થાય છે. એવામાં ગુલકંદનું સેવન ફાયદો પહોંચાડશે. તમે તેને સીધું ખાઇ શકો છો અથવા દૂધ સાથે પણ તેનું સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે