Uric Acid: રોટલીના લોટમાં આ મસાલો ઉમેરી બનાવો રોટલી, વધેલું યુરિક એસિડ ઘટશે ફટાફટ

Uric Acid: જો યુરિક એસિડ વધી જાય તો સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે રોટલીના લોટમાં આ મસાલો ઉમેરવો જોઈએ. તેનાથી યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

Uric Acid: રોટલીના લોટમાં આ મસાલો ઉમેરી બનાવો રોટલી, વધેલું યુરિક એસિડ ઘટશે ફટાફટ

Uric Acid: પ્યુરીનથી ભરપૂર ફૂડ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. યુરિક એસિડ વધી જાય તો શરીરમાં ઘણી બધી તકલીફો પણ વધી જાય છે. જરૂર કરતાં વધારે યુરિક એસિડ હોય તો તેને કિડની ફિલ્ટર કરી શકતી નથી. આ યુરિક એસિડ હાથના અને પગના સાંધામાં ક્રિસ્ટલ બનીને જામી જાય છે. તેના કારણે હાથ અને પગમાં સોજા આવી જાય છે અને હલનચલનમાં પણ તકલીફ પડે છે. યુરિક એસિડ જો સતત વધારે રહેતું હોય તો રોટલીના લોટમાં અજમા ઉમેરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. 

રોટલી દરેક ઘરમાં રોજ બને છે. જો ઘરમાં કોઈ વ્યક્તિને યુરિક એસિડની તકલીફ હોય તો રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં અજમા ઉમેરી દેવા. અજમાવાળી રોટલી ખાવાથી વધેલું યુરિક એસિડ ઘટાડવામાં મદદ મળે છે. અજમાવાળી રોટલી ખાવાથી શરીરના અન્ય ફાયદા પણ થાય છે. 

અજમાની રોટલીના ફાયદા 

અજમામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ પણ હોય છે જે હાઈ યુરિક એસિડ અને સોજાને ઘટાડવામાં અસરદાર છે. અજમાનું સેવન કરવાથી શરીરને ડિટોક્ષ કરવામાં મદદ મળે છે. 

અજમાવાળી રોટલી બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં બે ચમચી અજમા ઉમેરી દેવા. ત્યાર પછી રોટલીનો લોટ બાંધો અને સામાન્ય રીતે બનતી હોય તે રીતે જ રોટલી બનાવવો. આવી રોટલી રોજ ખાવાથી યુરિક એસિડ ઝડપથી ઘટશે. 

અજમાનું પાણી પણ પી શકાય 

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે અજમાનું પાણી પણ પી શકાય છે. અજમાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી અજમા પલાળી દો. સવારે આ પાણીને ઉકાળો અને હૂંફાળું હોય ત્યારે પી લેવું. તેનાથી શરીર ડિટોક્ષ પણ થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે. આ પાણી પીવાથી શરીરમાં જામેલું યુરિક એસિડ પણ નીકળી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news