Ajwain: અજમા અને સંચળનું પાણી પેટ કરશે સાફ, આ 5 બીમારીઓ પણ મટી જશે

Ajwain: અજમાનું પાણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને મટાડી શકે છે. આ ઉપરાંત જો તમે તેમાં થોડું સંચળ મિક્સ કરો છો તો તેના લાભ બમણા થઈ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ સંચળ અને અજમાનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ મટી જાય છે. 

Ajwain: અજમા અને સંચળનું પાણી પેટ કરશે સાફ, આ 5 બીમારીઓ પણ મટી જશે

Ajwain: ઘરમાં અજમાનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં થતો હોય છે. કેટલીક વસ્તુમાં અજમા ઉમેરી દેવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. અજમા ભોજનનો સ્વાદ વધારવાની સાથે ગટ હેલ્થ પણ સુધારે છે. અજમાનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેનાથી પેટની ચરબી પણ ઘટે છે અને પાચન સંબંધિત વિકાર મટે છે. 

અજમાનુ સેવન તમે અલગ અલગ રીતે કરી શકો છો. પરંતુ જો તમે અજમાનો ઉકાળો કે તેનું પાણી બનાવીને પીશો તો તે વધારે ફાયદો કરશે. અજમાનું પાણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને મટાડી શકે છે. આ ઉપરાંત જો તમે તેમાં થોડું સંચળ મિક્સ કરો છો તો તેના લાભ બમણા થઈ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ સંચળ અને અજમાનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ મટી જાય છે. 

સંક્રમણ 

બદલતા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન અને સંક્રમણ વધી જતા હોય છે. જો તમે અજમાના પાણીમાં સંચળ ઉમેરીને પીવાનું રાખો છો તો એમ્યુનિટી બુસ્ટ થાય છે. સાથે જ ઘણા બધા સામાન્ય સંક્રમણ દવા વિના જ મટી જાય છે. 

પાચન સુધરે છે 

પાચન સંબંધિત સમસ્યા મટાડવી હોય તો અજમાના પાણીમાં સંચળ ઉમેરીને તેનું સેવન કરવું. તેનાથી ગેસ સંબંધિત સમસ્યાઓ ઘટી જાય છે અને પાચન સુધરે છે. પેટ અને આંતરડાની સમસ્યા અજમા અને સંચળનું પાણી દૂર કરે છે. 

ફેફસાની બીમારી 

પ્રાચીન સમયથી જ અજમાને ફેફસા અને ગ્રશનીને સાફ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અજમાના પાણીનું સેવન કરવાથી ફેફસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. મુખ્ય રીતે અસ્થમા ના રોગી માટે અજમાનું પાણી વરદાન છે. 

માસિક સમયનો દુખાવો 

મહિલાઓને માસિક સમયે અસહ્ય દુખાવો અને સોજા રહેતા હોય છે. શરીરમાં થતી આ સમસ્યાને દૂર કરીને માસિક ચક્ર ને નિયમિત કરવાનું કામ અજમા કરી શકે છે. જો અજમાનું પાણી સંચળ મિક્સ કરીને પીવામાં આવે તો માસિક સમયે થતો દુખાવો સોજો મટે છે. 

વજન ઘટે છે 

કેટલીક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે સવારે ખાલી પેટ અજમાના પાણીમાં સંચળ ઉમેરીને પીવાથી શરીરની વધારાની ચરબી ઓગળે છે. એટલે કે શરીરનું વજન ઘટાડવામાં અજમા મદદરૂપ થાય છે. અજમામા મેટાબોલિઝમ બુસ્ટ કરવાના ગુણ હોય છે. જે વધતા વજનને કંટ્રોલ કરે છે અને શરીરની વધારાની કેલેરી બાળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news