Weight Loss: મહેનત કર્યા વગર પાતળા થવું છે? વજન ઉતારવા રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર કરો આ 5 કામ
હાલના સમયમાં મોટાપો એક મોટી સમસ્યા બની ગયો છે. લગભગ દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણીપીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, અને કસરત ન કરવાની આદતથી મોટાપો ઝડપથી વધે છે. મોટાપો જોવામાં પણ ખરાબ લાગે છે અને અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે.
Trending Photos
હાલના સમયમાં મોટાપો એક મોટી સમસ્યા બની ગયો છે. લગભગ દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણીપીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, અને કસરત ન કરવાની આદતથી મોટાપો ઝડપથી વધે છે. મોટાપો જોવામાં પણ ખરાબ લાગે છે અને અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે. મોટાપાના કારણે ડાયાબિટીસ, હાઈબીપી, કોલેસ્ટ્રોલ અને હ્રદય સંલગ્ન બીમારીઓનું જોખમ વધી શકે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે અને ડાયેટિંગ ફોલો કરે છે. પરંતુ અનેકવાર ખુબ મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. આવામાં તમે જો ખાણીપીણીમાં ધ્યાન રાખો અને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરો તો તમને સારું પરિણામ મળી શકે છે. જો તમે મોટાપાથી પરેશાન હોવ અને વજન ઉતારવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. રાતે સૂતા પહેલા એવા કયા 5 કામ છે જે કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે તે ખાસ જાણો.
ડિનર
જો તમે અસરકારક રીતે વજન ઉતારવા માંગતા હોવ તો સાંજે 7 વાગ્યા પછી ડિનર કરવાનું ટાળો. રાતે ભોજન અને સૂવાના સમય વચ્ચે 3 કલાકનો ગેપ હોવો ખુબ જરૂરી છે. જો તમે રાતે મોડું જમતા હોવ તો ભોજન બરાબર પચતું નથી. જેની અસર મેટબોલિઝમ પર પડે છે. જેનાથી શરીરમાં ફેટ જમા થવા લાગે છે. આથી વજન ઉતારવું હોય તો સાંજે જલદી ડિનર કરવાની આદત કેળવો.
લાઈટ ડિનર લો
રાતે હંમેશા હળવું ભોજન જ કરવું જોઈએ. વજન ઓછું કરવા માટે ડિનરમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ચીજોને સામેલ કરો. રાતે તમે લીલા શાકભાજી, સૂપ, સલાડ, અને દાળ ખાઈ શકો છો. જો તમને મોડી રાતે ભૂખ લાગે તો તમે એક કાકડી કે સફરજન ખાઈ શકો છો.
અંધારામાં સૂઈ જાઓ
એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે જ્યારે આપણે સૂઈ જઈએ તો મેલાટોનિન હાર્મોન આપણા શરીરાં બ્રાઉન ફેટ બનાવે છે, જેનાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. અંધારામાં સૂઈ જવાથી શરીરમાં મેલાટોનિન વધુ પ્રમાણમાં બને છે. જેનાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આથી રાતે રૂમમાં હંમેશા એકદમ અંધારુ કરીને સૂવાની આદત રાખો. આ સાથે જ સૂતા પહેલા મોબાઈલ કે ઈલેક્ટ્રિક ગેઝેટનો ઉપયોગ પણ ટાળો.
હળદરવાળું દૂધ પીઓ
હળદરવાળું દૂધ પણ વજન ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. હળદરમાં થર્મોજેનિક પ્રોપર્ટીઝ હોય છે જેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે જ મેટાબોલિઝમને પણ વધારે છે. આથી રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ ચોક્કસ પીઓ.
સારી ઊંઘ લો
મોટાપાનું સીધુ કનેક્શન ઊંઘ સાથે છે. વજન ઉતારવા માટે ઓછામાં ઓછી 7 કલાકની સારી, ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તેનાથી મેટાબોલિઝમ સ્લો થશે, જેના કારણે વેઈટ લોસ કરવું મુશ્કેલ બનશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે