બેબી પ્લાનિંગ કરતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ વસ્તુઓથી અચૂક રાખો અંતર
સંશોધનમાં ડાયટ અને ફર્ટિલિટી વચ્ચે એક ખાસ સંબંધ જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનમાં છપાયેલા એક લેખ મુજબ અનસેચ્યુરેટેડ ફેટ, આખા અનાજ, શાકભાજી, માછલી મહિલાઓ અને પુરુષ બંનેમાં ફર્ટિલિટીને સુધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કે આલ્કોહોલ, કેફિન, સેચ્યુરેટેડ ફેટ અને શુગર મહિલાઓ અને પુરુષોની ખરાબ ફર્ટિલિટીથી જોડાયેલા હોય છે.
Trending Photos
નવી દિલ્લીઃ સામાન્ય રીતે લગ્ન બાદ તરેક કપલ બેબી પ્લાનિંગ કરતું હોય છે. પહેલાં તેઓ પોતે થોડો સમય હરવા ફરવામાં પસાર કરે છે. ત્યાર બાદ તેઓ બેબી પ્લાનિંગની દિશામાં આગળ વધતા હોય છે. દરેક દંપતી એક સમય પછી પરિવાર આગળ વધારવાનું પ્લાનિંગ કરે છે. જોકે, તેમાં ઘણી બધી એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું ખુબ જ આવશ્યક છે. નહીં તો તમારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે.
મહત્ત્વનું છેકે, ક્યારેક પ્રેગ્નન્સી કન્સિવ કરવામાં વધુ સમય લાગી જાય છે. જાણકારોનું કહેવું છે કે જો તમે બેબી પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફર્ટાઈલ ડેઝ અને હેલ્ધી વજનને લઈ કેટલાક ખાદ્ય પદાર્થ લેવા જરૂરી છે. આ સાથે જ ફર્ટિલિટી વધારવા માટે યોગ્ય ડાયટ પણ લેવું જરૂરી છે. સંશોધનમાં ડાયટ અને ફર્ટિલિટી વચ્ચે એક ખાસ સંબંધ જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનમાં છપાયેલા એક લેખ મુજબ અનસેચ્યુરેટેડ ફેટ, આખા અનાજ, શાકભાજી, માછલી મહિલાઓ અને પુરુષ બંનેમાં ફર્ટિલિટીને સુધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કે આલ્કોહોલ, કેફિન, સેચ્યુરેટેડ ફેટ અને શુગર મહિલાઓ અને પુરુષોની ખરાબ ફર્ટિલિટીથી જોડાયેલા હોય છે. આ સાથે જ અનુભવી ડોક્ટરે કેટલીક એવી રીત પણ જણાવી છે કે જેમાં પ્રેગનન્સીની સંભાવના વધી શકે છે.
ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો:
બેબી પ્લાન કરનારા કપલ્સે રોજ સૂકા મેવા ખાવા જોઈએ કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટની ભરપૂર માત્રા હોય છે. આ શરીરમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીઝ કેમેકિલની માત્રા ઓછી કરે છે. આ કેમિકલ બીજ અને સ્પર્મથી જોડાઈ તેને ખરાબ કરી દે છે. એન્ટી ઓક્સિડેન્ટથી બોડીમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીઝ કેમિકલની માત્રા ઓછી થઈ જાય છે.
પ્રોટીનની માત્રા વધારો:
ડોક્ટરોનું માનવુ છે કે પોતાના ડાયટમાં હાઈ પ્રોટીનની માત્રા વધારો આના માટે અંકુરિત મગ, સોયાબીન, પનીર દાળ, બીન્સ, ઈંડાની સફેદ જર્દી, માછલી અને ચીકન ખાવાનો પ્રયાસ કરો. આ બેલેન્સ ડાયટથી દંપતીને પણ તમામ જરૂરી વિટામીન, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલ્સ કુદરતી રીતે મળી જશે.
તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરોઃ
શક્કરિયુ, શીમલા મરચા જેવા તાજા ફળ અને શાકભાજી ફર્ટિલિટી વધારવામાં ઘણાં જ મહત્વપૂર્ણ હોય છે. ખાટા ફળ, શાકભાજી અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફોલિક એસિડ હોય છે. જે ફર્ટિલિટી વધારવાની સાથે બાળકોનો વિકાસ પણ સારી રીતે કરે છે. આ તમામ વસ્તુઓના સેવનથી સ્ટ્રેસ દૂર રહે છે જે પ્રેગનન્સી માટે જરૂરી મનાય છે.
થોડું-થોડું જમો:
ઈનફર્ટિલિટીની સમસ્યાથી લડી રહેલા લોકોને વજન ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. અહીં સુધી કે 5 ટકા વજન ઓછું કરવું પણ ઓવુલેશન સાયકલમાં મદદ કરે છે. ડોક્ટરનું કહેવું છે કે ફર્ટિલિટી વધારવા માટે ત્રણ વાર અલગ અલગ જમવાની જગ્યાએ 5થી 6 વખત થોડું થોડું જમવું જોઈએ. આ સિવાય દંપતીએ રોજ 30થી 45 મિનિટ એક્સરસાઈઝ કરવી જોઈએ. ઘણું પાણી પીવુ જોઈએ અને જો તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ હોય તો ડોક્ટરની સલાહ પર તેવા પોષકતત્વોનો ઉમેરો કરો.
શુગરની માત્રા કંટ્રોલ કરો:
જો બેબી પ્લાન કરી રહ્યા છો તો તમારા શુગર લેવલ પર સતત નજર બનાવી રાખો. શુગર લેવલ વધારવા અને ડાયાબિટીઝથી સ્પર્મની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. જો તમારુ શુગર લેવલ સતત વધી રહ્યું છે તો તેને વોકિંગ, ડાયેટિંગ અને દવાઓના માધ્યમથી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરો. તેનાથી ફર્ટિલિટીની ક્ષમતા વધી જશે.
આ વસ્તુઓથી જાળવો અંતર:
ડાયરમાં કેટલીક જરૂરી વસ્તુઓ શામેલ કરવાની સાથે કેટલીક વસ્તુઓથી અંતર પણ જાળવવું જરૂરી છે. રેડ મીટ, ચીઝ, ઓઈલી ફૂડ, માખણ, ઘી જેવા ફ્રાઈડ અને ફેટવાળી, હાઈકોલોસ્ટ્રોલવાળી વસ્તુઓથી અંતર રાખો. મેંદો અને વ્હાઈટ શુગરનું સેવન બિલકુલ ના કરો. આલ્કોહોલ અને સ્મોકિંગ બિલ્કુલ બંધ કરો, રોટલી બનાવવા માટે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો.
આ પણ ખાસ વાંચોઃ જેના એક ટહુકાથી વાદળા વરસે...જેની એક ઝલક જોવા લોકો તરસે...શું આવો મોજીલો મોરલો તમે જોયો છે?
આ પણ ખાસ વાંચોઃ 20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં સાકાર! સુરક્ષા વીંધીને કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ચાહક, ચાલુ કોમેન્ટ્રી છોડીને મળ્યા ગાવાસ્કર!
આ પણ ખાસ વાંચોઃ કેમ પોતાના ગુરુ માટે યમરાજ જોડે થઈ હતી ભગવાન શ્રીકૃષ્ણની લડાઈ? જાણો ગુરુએ શું માંગી હતી ગુરુદક્ષિણા
આ પણ ખાસ વાંચોઃ હું સુતી હતી ત્યારે મારા ભાઈ અને એના મિત્રએ મને શારીરિક અડપલાં કર્યા હતા! હીરોઈનનો મોટો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે