Heart Attack Risk: હાર્ટ એટેકનો ખતરો ઓછો કરશે આ શાકભાજી, ડાયટમાં કરો સામેલ
Heart Attack Risk: હાર્ટ એટેકનો ખતરો ઓછો કરવા માટે કેટલાક શાકભાજી ખુબ જરૂરી છે. તો આવો જાણીએ ક્યા પ્રકારના ભોજનનું સેવન કરવાથી હાર્ટ ફિટ રહે છે.
Trending Photos
નવી દિલ્હીઃ કાચા શાકમાં ફાઇબર અને પોષક તત્વો હોય છે, પરંતુ તેને વધુ ખાવાથી હાર્ટ એટેક કે પછી સ્ટ્રોકનો ખતરો ઓછો થતો નથી. સંતુલિત આહાર બનાવી રાખવા અને ઘણા પ્રકારની બીમારીઓથી બચવા માટે શાકભાજીનું પર્યાપ્ત સેવન જરૂરી છે.
આ શાકભાજીને જરૂર ખાવ
બટાટા, સોયાબીન, તલ, ટમેટા, ડુંગળી, બ્રોકોલી જેવી ઘણા શાક હાર્ટ એટેક રોકવા અને તેની સારવારમાં ખુબ મદદગાર છે. કારણ કે તેમાં વિટામિન, જરૂરી પોષક તત્વો અને ફાઇબર હોય છે.
માછલીથી પણ મળશે ફાયદો
માછલી ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી માનવામાં આવે છે. કારણ કે માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડનો ખુબ સ્ત્રોત હોય છે. તે હાર્ટને સુરક્ષિત રાખવા સહિત ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. તેના દ્વારા ફેટી એસિડ કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરી શકાય છે, જેનાથી હાર્ટની બીમારીનો ખતરો ખુબ ઓછો થાય છે. સૅલ્મોન, ટુના, મેકરેલ અને સારડીન હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માછલી છે.
વેજ લોકો માટે બેસ્ટ છે મશરૂમ
વિટામિન સી, ડી અને ઈ હાર્ટ એટેકના ખતરાને ઓછો કરે છે. વિટામિન સીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મુક્ત કણોથી થનાર નુકસાનને ઓછુ કરે છે અને હાર્ટની બીમારીઓને દૂર રાખે છે. વિટામિન-ડી માછલીમાં ભરપૂર માત્રામાં મળે છે. આ સિવાય વેજમાં તમે મશરૂમ પણ ખાય શકો છો. તેમાં પણ તમને ભરપૂર માત્રામાં વિટામિન-ડી મળશે. લીલા શાકભાજી, પપૈયા, પાલક, શિમલા મરચા તમને વિટામિન સી અને ઈ પ્રદાન કરી શકે છે.
(Disclaimer: અહીં આપવાની જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે