Wasp: ભમરી કરડે તો ઝેરી અસરથી બચવા અજમાવો આ ઘરેલુ ઉપાય, સોજો તુરંત ઉતરશે અને બળતરા શાંત થશે
Wasp Sting: ભમરીના કરડવાથી ડંખ હોય ત્યાં સોજો પણ આવી જાય છે. જો ભમરી નો ડંખ ત્વચાની અંદર જાય તો સમસ્યા વધી જાય છે. ભરમીના કરડવાથી ઝેરી અસર પણ થઈ શકે છે.
Trending Photos
Wasp Sting: ભમરી પીળા રંગનું ઉડતું જતું હોય છે. દેખાવમાં તે મધમાખી જેવું લાગે છે. ભમરી ઘરની દીવાલો અને ઝાડ પર માટીથી ઘર બનાવે છે જેમાં તે ઈંડા મૂકે છે. ભમરી જો કરડી જાય તો બળતરા અને અસહ્ય દુખાવો થાય છે. ભમરીના કરડવાથી ડંખ હોય ત્યાં સોજો પણ આવી જાય છે. જો ભમરી નો ડંખ ત્વચાની અંદર જાય તો સમસ્યા વધી જાય છે. ભરમીના કરડવાથી ઝેરી અસર પણ થઈ શકે છે. આવું થાય તો ત્વચા પર લાલ ચકામાં પડી જાય છે, તાવ આવે છે, ચક્કર આવી જવા જેવી તકલીફ પણ થઈ શકે છે. જો આ સમસ્યાઓથી બચવું હોય તો ભમરી કરડે ત્યારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. આ કામ કરી લેવાથી દુખાવો પણ તુરંત મટી જાય છે.
બરફનો શેક
ભમરી કરડે એટલે તુરંત જ દુખાવો થવા લાગે છે અને સોજો આવવા લાગે છે. તેનાથી બચવા માટે ઠંડા પાણીનો અથવા તો બરફનો શેક કરવો જોઈએ. તેના માટે સાફ કપડામાં બરફના ટુકડાથી પ્રભાવીત જગ્યા પર 10 થી 15 મિનિટ શેક કરો. દિવસમાં બેથી ત્રણ વખત બરફનો શેક કરવાથી સોજો ઉતરી જાય છે.
મધ
ભમરી કરડવાથી ત્વચા પર થતી બળતરાને શાંત કરવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. મધ દુખાવો અને બળતરા બંનેને શાંત કરે છે. જ્યાં ભમરી કરડી હોય તે ડંખ ઉપર મધ લગાડી દેવું.
એલોવેરા જેલ
ભમરી કરડી હોય તેના ડંખ ઉપર એલોવેરા જેલ લગાડવાથી પણ બળતરા મટે છે. એલોવેરા જેલમાં કુલિંગ એજન્ટ હોય છે ત્વચાની બળતરા ને ઓછી કરવામાં મદદ કરે છે. જો ઘરમાં એલોવેરા હોય તો તેનું તાજું પાન કાપીને તેમાંથી ઘર કાઢી ડંખ ઉપર લગાડી દેવું.
બેકિંગ સોડા
ભમરી કરડી હોય તો બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી ભમરીનું ઝેર બેઅસર થઈ જાય છે. ભમરીના ડંખ ઉપર બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવીને લગાડી દેવી 10 થી 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરી લેવું.
એપલ સાઇડર વિનેગર
ભમરી કરડે તો વિનેગરનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી દુખાવો અને સોજો ઉતરે છે અને બળતરા પણ શાંત થાય છે. ભમરી કરડી હોય તે ડંખ ઉપર રૂની મદદથી વિનેગર લગાવો. દિવસમાં બેથી ત્રણ વખત વિનેગર લગાડવાથી ઝડપથી આરામ મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે