Sharbat For Acidity: એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર

જો તમે એસિડિટીની સમસ્યાથી રહેશાન રહો છો તો આજે અમે તમને એક નુસ્ખો જણાવી રહ્યાં છીએ. તમે આ શરબત ઘરે બનાવી શકો છો. આ શરબતના સેવનથી એસિડિટીમાં તત્કાલ રાહત મળે છે. 

Sharbat For Acidity: એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર

Sharbat For Acidity: ફુદીના અને ગોળથી બનેલું શરબત પાચનને સુધારી એસિડિટીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. વરસાદમાં જઠરાગ્નિ ધીમી પડી જાય છે, જેનાથી પાચન પણ સ્લો થઈ જાય છે. થોડો ભારે ખોરાક એસિડિટીની સમસ્યા ઉભી કરી શકે છે.

જો તમે પણ એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તે ફુદીના અને ગોળથી બનેલું શરબત પીવાનું શરૂ કરી દો. તેનાથી આ પરેશાનીમાં રાહત મળી શકે છે. ફુદીના અને ગોળનું શરબત બનાવવું પણ સરળ છે. 

ફુદીનો અને ગોળનું શરબત બનાવવા માટે સામગ્રી
ગોળ- 1 ટેબલસ્પૂન
ફુદીનાના પાંદળા- 15થી 20
લીંબુ રસ- 1 ચમચી
આદુ- એક નાનો ટુકળો
સેંધા નમક- અડધી ચમચી
આઇસ ક્યુબ્સ- 8થી 10

ફુદીના અને ગોળનું શરબત બનાવવાની રીત
ફુદીના અને ગોળનું શરબત શરીર માટે ફાયદાકારક છે. તેને પીવાથી ઘણી સમસ્યામાં રાહત મળે છે. આ શરબત તૈયાર કરવું સરળ છે. ફુદીના-ગોળનું શરબત બનાવવા માટે સૌથી પહેલા ગોળ લો. ત્યારબાદ તેમાં ફુદીનાના પાંદળા નાખો. એક વાસણમાં 2 ગ્લાસ પાણી નાખો અને તેમાં મિક્સ કરો.

ત્યારબાદ મિક્સરમાં ફુદીનો, આદુના ટુકડા, લીંબુનો રસ અને ગોળવાળું પાણી નાખો. તમારા સ્વાદઅનુસાર મીઠું મિક્સ કરો. આ બધી વસ્તુ નાખ્યા બાદ તેને બ્લેન્ડ કરી લો.

ત્યારબાદ તેને એક વાસણમાં ગાળી લો. પછી તેમાં બરફના ટુકડા નાખો અને 5 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને મિક્સ કરી તમે પી શકો છો. તેમાં ઉપરથી થોડું સેંધા નમક નાખો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news