6 ચમચી કરતાં વધુ ખાંડ ખાશો તો બનશો આ જીવલેણ બિમારીનો ભોગઃ WHO
ખાંડ, મીઠું અને તેલ જરૂર કરતા વધુ પ્રમાણમાં ખાવાથી ટાઈપ-2 ડાયાબિટિસ(Type-2 Diabetes), મેદસ્વિતા (Obesity), હાઈપરટેન્શન (Hypertension), હાર્ટ એટેક (Heart Attack) અને કિડની (Kidney) સંબંધિત જીવલેણ બિમારી થવાની સંભાવના વધુ હોય છે. WHOના અનુસાર એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં માત્ર 6 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 4 ચમચી તેલ પોતાના આહારમાં લેવું જોઈએ.
Trending Photos
જીનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા(World Health Organisation- WHo)એ દુનિયાના તમામ દેશોમાં રહેતા લોકોનાં આરોગ્ય(Health) પર ચિંતા વ્યક્ત કરતા ખાંડ(Sugar) ઓછી ખાવાની સલાહ આપી છે. WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં(India) 2020 સુધી લગભગ 35 કરોડ લોકો ગંભીર બિમારીઓનો(Deadly Disease) ભોગ બની જશે. WHOએ ખાંડની સાથે-સાથે મીઠું(Salt) અને તેલ(Edible Oil) પણ ઓછું ખાવાની સલાહ આપી છે.
એ તો સૌ જાણે છે કે, ખાંડ, મીઠું અને તેલ જરૂર કરતા વધુ પ્રમાણમાં ખાવાથી ટાઈપ-2 ડાયાબિટિસ(Type-2 Diabetes), મેદસ્વિતા (Obesity), હાઈપરટેન્શન (Hypertension), હાર્ટ એટેક (Heart Attack) અને કિડની (Kidney) સંબંધિત જીવલેણ બિમારી થવાની સંભાવના વધુ હોય છે. WHOના અનુસાર એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં માત્ર 6 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 4 ચમચી તેલ પોતાના આહારમાં લેવું જોઈએ.
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના(Indian Medical Council) આંકડા તો WHO કરતાં પણ વધુ ચિંતાજનક છે. ભારતમાં એક વ્યક્તિ એક દિવસમાં લગભગ 16થી 20 ચમચી ખાંડ ખાય છે. 2-3 ચમચી મીઠું અને લગભગ 8 ચમચી તેલ ભારતીય લોકોના આહારમાં ગ્રહણ કરવામાં આવતું હોય છે.
હાઇટેક ખેડૂત: યુટ્યુબ અને ખેતી કરી ગુજરાતનો યુવા ખેડૂત કરે છે લાખોની કામણી -- જુઓ વીડિયો....
ઉલ્લેખનીય છે કે, લોકો ખાંડ માત્ર ચા કે દૂધમાં જ નહીં પરંતુ અલગથી કેટલાક શાકમાં પણ નાખીને ખાતા હોય છે. આપણા ભોજનમાં લેવામાં આવતા ફળો અને અન્ય ભોજનમાં ખાંડ પહેલાથી જ હોય છે.
સુગરના અનેક પ્રકાર છે, જેમ કે માલ્ટોઝ, ફ્રૂક્ટોઝ, સુક્રોઝ, ગ્લેક્ટોઝ અને લેક્ટોઝ.
- લેક્ટોઝઃ દૂધ
- ફ્રુક્ટોઝઃ ફળ, મધ, શાકભાજી
- સુક્રોઝઃ ખાંડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે