Health Tips: આ કામ કરી લેશો તો 24 કલાક કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

Health Tips: હેલ્થ એક્સપર્ટ અનુસાર જો ડાયટમાં કેટલાક મોડિફિકેશન કરવામાં આવે તો સરળતાથી બ્લડ સુગરને 24 કલાક સુધી નોર્મલ રાખી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે એવા કયા ફૂડ છે જેનું સેવન કરવાથી બ્લડ સુગર નોર્મલ રહે છે. 

Health Tips: આ કામ કરી લેશો તો 24 કલાક કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

Health Tips: ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે જે થવાનું મુખ્ય કારણ ખરાબ લાઈફ સ્ટાઈલ, સ્ટ્રેસ અને ખરાબ ડાયટ હોય છે. ડાયાબિટીસ થઈ જાય પછી વ્યક્તિએ બ્લડ શુગર કંટ્રોલ રહે તે માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ડાયાબિટીસ થયા પછી જો ડાયટ પર કંટ્રોલ કરવામાં આવે અને નિયમિત એક્સાઇઝ કરવામાં આવે તો દવા વિના બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે અને સાથે જ રિવર્સ પણ કરી શકાય. તેનાથી વિપરીત જો લાંબા સમય સુધી બ્લડ સુગરને નોર્મલ રાખવામાં ન આવે તો અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધવા લાગે છે. 

જ્યારે વ્યક્તિના શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ન થતું હોય અથવા તો ઓછું થતું હોય તો બ્લડ સુગર ઝડપથી વધે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જો ડાયટમાં કેટલાક મોડિફિકેશન કરવામાં આવે તો સરળતાથી બ્લડ સુગરને 24 કલાક સુધી નોર્મલ રાખી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે એવા કયા ફૂડ છે જેનું સેવન કરવાથી બ્લડ સુગર નોર્મલ રહે છે. 

લો કાર્બોહાઈડ્રેટ ફુડ

બ્લડ સુગરને નોર્મલ રાખવું છે તો કાર્બોહાઈડ્રેટ વાળા ફૂડનું સેવન ઓછું કરી દો. કાર્બોહાઈડ્રેટ વાળા ફૂડ એટલે કે સફેદ ચોખા, મેંદો અને મીઠાઈ. આ બધી જ વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરમાં જઈને સુગર ઝડપથી વધારે છે. આવી વસ્તુઓને બદલે આહારમાં જવ, બાજરો, રાગી અને રાજમાનો સમાવેશ કરો. તેનાથી બ્લડ સુગર નોર્મલ રહે છે. 

શાકભાજી વધારો

જમ્યા પછી પણ બ્લડ સુગર નોર્મલ રાખવું હોય તો થાળીમાં અડધો ભાગ શાકભાજીનો હોવો જોઈએ. એટલે કે દૈનિક આહારમાં શાકભાજીનો સમાવેશ વધારે કરો. કારણ કે શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે જે શરીરના બ્લડ સુગરને નોર્મલ રાખે છે. 

દાળ

ડાયાબિટીસના દર્દીઓની ડાયટમાં દાળ પણ મહત્વની હોય છે.. દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. બ્લડ સુગર નોર્મલ રાખવું હોય તો તુવેર દાળ, મગ દાળ અને ચણાની દાળનું સેવન કરો. 

આખા ચણા અને મગ

ચણા અને મગની દાળની સાથે જો તમે બ્લડ સુગરને નોર્મલ રાખવા માટે ડાયટમાં આખા ચણા અને મગનો સમાવેશ કરો છો તો તેનાથી પણ ફાયદો થાય છે. સાથે જ દિવસ દરમિયાન એક સફરજન ખાવાનું રાખો. આ ત્રણેય વસ્તુ 24 કલાક સુધી તમારા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે. 

કુકિંગ ઓઈલ

જે તેલમાં ભોજન બને છે તે પણ શરીરને ખૂબ જ અસર કરે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર અને નોર્મલ રાખવું હોય તો ઓલિવ ઓઇલ, સૂર્યમુખીનું તેલ કે સરસવના તેલનો ઉપયોગ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news