ચૂંટણી પહેલા જ INDIA ગઠબંધનને મોટો ઝટકો, મમતા બેનર્જીએ કહ્યું- 'બંગાળમાં એકલા લડીશું, એકલા જ ભાજપને હરાવીશું'
લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન INDIA ને પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત મોટો ઝટકો મળ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એકલા ચલોનો નારો આપ્યો છે.
Trending Photos
લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન INDIA ને પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત મોટો ઝટકો મળ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એકલા ચલોનો નારો આપ્યો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી કે ટીએમસી લોકસભા ચૂંટણીમાં એકલા હાથે મેદાને ઉતરશે. મમતાના આ એલાનની સાથે જ વિપક્ષી ગઠબંધનની તસવીર અને ભવિષ્ય પર સંકટના વાદળો છવાયા છે.
મમતા બેનર્જીએક હ્યું કે કોંગ્રેસ પાર્ટી સાથે મારે કોઈ ચર્ચાથઈ નથી. મે હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. મને એ વાતની ચિંતા નથી કે દેશમાં શું કરવામાંઆવશે પરંતુ અમે એક ધર્મનિરપેક્ષ પાર્ટી છીએ અને બંગાળમાં છીએ. અમે એકલા જ ભાજપને હરાવી દઈશું. હું INDIA ગઠબંધનનો હિસ્સો છું. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તે વિશે જાણ કરવામાં આવી નથી.
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने कहा, "कांग्रेस पार्टी के साथ मेरी कोई चर्चा नहीं हुई। मैंने हमेशा कहा है कि बंगाल में हम अकेले लड़ेंगे। मुझे इस बात की चिंता नहीं है कि देश में क्या किया जाएगा लेकिन हम एक धर्मनिरपेक्ष पार्टी हैं और बंगाल में हैं। हम अकेले ही भाजपा को… pic.twitter.com/kgUpoBQojj
— ANI_HindiNews (@AHindinews) January 24, 2024
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીને પગલે 28 વિરોધી દળો ઈન્ડિયા ગઠબંધન બનાવીને એક મંચ પર આવ્યા હતા. વિરોધીઓ એકજૂથથઈને ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને પછાડવા ધમપછાડા કરી રહ્યું હતું. પરંતુ હવે મમતાએ બંગાળમાં વિપક્ષી ગઠબંધનને મોટો આંચકો આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે