આ લાલ સુકી વસ્તુ ડાયાબિટીસનો કરશે અંત, થોડા જ દિવસમાં દેખાશે બ્લડ રિપોર્ટમાં સુધારો
Onion Benefit for Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ શુગર કંટ્રોલ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ અને સાથે જ દવાને સમયસર ખાવી જોઈએ. આ ઉપરાંત પોતાની ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ છે સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે. આજે તમને ડાયાબિટીસને કંટ્રોલમાં કરવાનો એક દેશી અને અસરદાર ઈલાજ જણાવીએ.
Trending Photos
Onion Benefit for Diabetes: દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ભારતમાં તો ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા કુદકે અને ભૂસકે વધી રહી છે. જીવન શૈલીના કારણે લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસનો શિકાર થઈ જાય છે. ડાયાબિટીસ એવી સમસ્યા છે જેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે અને બ્લડમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. જો સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો બ્લડ શુગર ઝડપથી વધે છે જેના કારણે શરીરને જરૂરી એનર્જી મળતી નથી અને ઝડપથી થાક લાગે છે. ડાયાબિટીસના દર્દીઓએ શુગર કંટ્રોલ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ અને સાથે જ દવાને સમયસર ખાવી જોઈએ. આ ઉપરાંત પોતાની ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ છે સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે. આજે તમને ડાયાબિટીસ નહી કંટ્રોલમાં કરવાનો એક દેશી અને અસરદાર ઈલાજ જણાવીએ.
આ પણ વાંચો:
ડાયાબિટીસના દર્દી બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે જો પોતાની ડાયટમાં ડુંગળીનો ઉપયોગ કરે તો ઝડપથી રિઝલ્ટ જોવા મળે છે. હેલ્થ નિષ્ણાતો જણાવે છે કે લાલ ડુંગળીનું સેવન સવારે અને રાત્રે ભોજન દરમિયાન કરવાથી બ્લડ સુગર સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. દરેક ઘરમાં ડુંગળીનો ઉપયોગ સબ્જી અથવા તો સલાડમાં કરવામાં આવે છે. ડુંગળી માત્ર ભોજનનો સ્વાદ વધારે છે તેવું નથી તે સ્વાસ્થ્યને સુધારે પણ છે. ડુંગળીમાં ઘણા બધા ફ્લેબોનોઈડ્સ અને એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે. જે શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ભોજનની સાથે ડુંગળી ખાવામાં આવે તો બ્લડ સુગર ધીરે ધીરે વધે છે. સાથે જ ડુંગળીથી વજન પણ કંટ્રોલમાં રહે છે કારણ કે તેમાં રહેલા ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ડુંગળીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે જે બ્લડ સુગરની કંટ્રોલ કરવામાં અસરદાર સાબિત થાય છે.
આ પણ વાંચો:
ડાયાબિટીસના દર્દીએ કેવી રીતે ખાવી ડુંગળી ?
ડાયાબિટીસના દર્દી ડુંગળીનું સેવન સલાડ તરીકે કરી શકે છે.
ડુંગળીને વિનેગરમાં પલાળીને પણ તેનું સેવન કરી શકાય છે.
ડુંગળીને પરોઠા અથવા તો શાકમાં ઉમેરીને ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે