Technology: શું તમારૂ LAPTOP ઓવરહિટ થાય છે? તો અપનાવો આ TIPS

શું તમે લેપટોપ (LAPTOP) ઓવરહિટિંગ (OVERHEATING) ની સમસ્યાથી ત્રસ્ત છો?તો આ ઉપાય તમારી માટે જ છે. લેપટોપ (LAPTOP) ની યોગ્યરીતે સાર સંભાળ રાખશો તો આવી સમસ્યા નહી સર્જાય. લેપટોપ (LAPTOP) ને પણ અંદરથી અને બહારથી સ્વચ્છ રાખવું જરૂરી છે. લેપટોપ (LAPTOP) ની સફાઈ કેવી રીતે તમારી સમસ્યાને દૂર કરશે તે જાણવા આર્ટિકલ જરૂરથી વાંચો.

Technology: શું તમારૂ LAPTOP ઓવરહિટ થાય છે? તો અપનાવો આ TIPS

ઝી બ્યૂરો, અમદાવાદઃ લેપટોપ (LAPTOP) માં સૌથી વધારે હિટિંગ CPUથી થાય છે. એટલે જ લેપટોપ (LAPTOP) માં CPU વધારે ગરમ ન થાય તે માટે CPU પર કોપરની એક ખાસ પ્રકારની હિટ સિંક (HEAT SINK) નો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ હિટ સિંક (HEAT SINK) ને ઠંડુ રાખવા માટે નાના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. હિટ સિંક (HEAT SINK) ચીપ અને CPU બંનેના તાપમાનને કન્ટ્રોલમાં રાખે છે. જોકે મહત્વની વાત તો એ છે કે, CPUમાં રહેલો પંખો સતત કામ નથી કરતો. આ પંખો ત્યારે જ ઓટોમેટિક શરૂ થાય છે જ્યારે હિટ સિંક (HEAT SINK)નું તાપમાન નિશ્ચિત તાપમાન કરતા વધી જાય. પરંતુ જો લેપટોપ (LAPTOP) વધારે પડતું ગરમ થાય તો ચેતી જજો. આ ગંભીર સમસ્યા પણ હોઈ શકે છે.

સામાન્યરીતે જો લેપટોપ (LAPTOP) ઓવરહિટ (OVERHEAT) થાય તો કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે લેપટોપ (LAPTOP) હેંગ થવું, સ્પીડ ઘટી જવી, લેપટોપ (LAPTOP) પર ઓવરહિટ (OVERHEAT) નો મેસેજ આવી લેપટોપ (LAPTOP) નું બંધ થઈ જવું તો ક્યારેક થોડા સમય માટે બંધ થઈ જાતે જ રીસ્ટાર્ટ થઈ જવું. આ તમામ સમસ્યા લેપટોપ (LAPTOP) ના ઓવરહિટ (OVERHEAT) થવાને કારણે જ થાય છે. પરંતુ આ સમસ્યાને લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે પરંતુ આગળ જતા આ સમસ્યાથી મોટું નુકસાન પણ થઈ શકે છે.

ઓવરહિટની સમસ્યાનું શું છે સમાધાન?
સામાન્યરીતે હિટ સિંક (HEAT SINK) પર કચરો ભેગો થવાથી પંખો હીટ સિંક(HEAT SINK)ની ગરમીને બહાર નથી મોકલી શકતો જેને કારણે સિંકનું તાપમાન વધવા લાગે છે અને ઓવરહિટ (OVERHEAT) ની સમસ્યા શરૂ થાય છે. એટલે જ ઓવરહિટ (OVERHEAT) ની સમસ્યા ન હોય તો પણ આ સાવચેતી તો તમામ લોકોએ રાખવી જ જોઈએ. લેપટોપ (LAPTOP) ના હિટ સિંક (HEAT SINK) પર ક્યારેય કચરો જમા ન થવા દેવો.

જો બીજા મુદ્દા પર નજર કરીએ તો લેપટોપ (LAPTOP) માં CPU પર વધુ પડતો લોડ પડવાથી પણ પ્રોસેસર ઝડપથી ગરમ થઈ જાય છે. આ મુશ્કેલી ઉભી ન થાય અને જો આ મુશ્કેલી પડતી હોય તો નીચે મુજબનો ઉપાય ચોક્કસથી અપનાવવો. લેપટોપ (LAPTOP) માં ટાસ્ક મેનેજરમાં જઈ વધારાની પ્રોસેસને રોકી દેવું. લેપટોપ (LAPTOP) માં વાયરસ હોવાથી પણ ઘણી વખત પ્રોસેસર ઝડપથી ગરમ થઈ જાય છે. જો પ્રોસેસર સતત કામ કરતું રહે તો પણ હિટિંગની સમસ્યા સર્જાય છે. એટલે જ એન્ટીવાયરસ લેપટોપ (LAPTOP) માં રાખવું જોઈએ અને સમયાંતરે લેપટોપ (LAPTOP) ને સ્કેન કરતા રહેવું જોઈએ. ક્યારેક લેપટોપ (LAPTOP) ની બેટરી ગરમ થવાથી પણ લેપટોપ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં બેટરી ખરાબ થઈ હોય તો તરત જ બેટરી બદલી નાખવી.

જો આ તમામ ઉપાયો કરવા છતા લેપટોપ (LAPTOP) માં ઓવરહિટ (OVERHEAT) ની સમસ્યા દૂર ન થતી હોય તો લેપટોપ (LAPTOP) ના મધરબોર્ડમાં ખરાબી હોવાની શક્યતા વધી જાય છે. સાથે જ થર્મલ સેંસિંગ સર્કિટમાં પણ ખરાબી હોવાની શક્યતા વધી જાય છે. લેપટોપ (LAPTOP) ના CPU કે ચીપમાં પણ ખરાબી હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news