મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 57 હજારની નજીક, 24 કલાકમાં 105 લોકોના મોત
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 105 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાથી 2190 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1897 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 56 હજાર 998 પર પહોંચી ગઈ છે. તેમાં 37 હજાર 125 એક્ટિવ કેસ છે. 17 હજાર 918 દર્દી સારવાર બાદ સાજા થઈ ગયા છે.
આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1044 નવા કેસ સામે આવ્યા છે અને 32 લોકોના મોત થયા છે. મુંબઇમાં કોરોનાના કુલ 34 હજાર 018 કેસ થયા છે અને 1097 લોકોના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી 8 હજાર 408 લોકો સારવારથી સ્વસ્થ થયા છે. મુંબઇમાં કોરોનાના 24 હજાર 507 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો રિકવરી રેટ 31.5 ટકા છે. હાલમાં 5 લાખ 82 હજાર 701 લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને 37 હજાર 761 લોકો ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈન છે.
આ પહેલા મંગળવારના મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 2091 નવા કેસ સામે આવ્યા હતા. અને 97 લોકોના મોત થયા છે. જે અત્યારસુધીના એક દિવસમાં સૌથી વધુ છે. મુંબઇમાં 1002 નવા કેસ સામે આવ્યા હતા અને 39 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે