લાલકિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનું કાવતરું, કરી આટલા લાખ ડોલરની જાહેરાત
ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરૂવતપંત સિંહ પન્નૂએ એક વિડીયો જાહેર કર્યો છે. તાજેતરમાં જ ગુરૂવતપંત સિંહ પન્નૂને ભારત સરકારને ડિજિટેનટેડ ટેરરરિસ્ટ ગણાવ્યો છે.
Trending Photos
હિતેન વિઠલાણી, નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટને લઇને ઇંટીલિજન્સ બ્યૂરો (આઇબી)એ એલર્ટ જાહેર કરી દીધું છે. એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે અમેરિકામાં રહેનાર શીખ ફોર જસ્ટિસના આકાઓમાંથી એક ગુરૂવતપંત સિંહ પન્નૂએ 14, 15 અને 16 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવનાર શીખને સવા કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે.
ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરૂવતપંત સિંહ પન્નૂએ એક વિડીયો જાહેર કર્યો છે. તાજેતરમાં જ ગુરૂવતપંત સિંહ પન્નૂને ભારત સરકારને ડિજિટેનટેડ ટેરરરિસ્ટ ગણાવ્યો છે. ગુરૂવતપંત સિંહ પન્નૂએ જાહેરાત કરી છે જે 15 ઓગસ્ટના રોજ ખાલિસ્તાનનો ધ્વજ લાલ કિલ્લા પર ફરકાવશે તેને સવા લાખ ડોલર આપવામાં આવશે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે મળીને ગુરૂવતપંત સિંહ પન્નૂ રેફરેંડમ 2020ની ચળવળ પણ ચાલી રહી છે. આ વીડિયો બાદ તપાસ એજન્સી એલર્ટ પર છે. તમને જણાવી દઇએ કે રેફરેંડમ 2020ને લઇને સતત દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોકોને ગુરૂવતપંત સિંહ પન્નૂના ઓટોમેટિક કોલ્સ આવી રહ્યા છે, જેની તપાસ એનઆઇએ કરી દીધી છે.
આ ઉપરાંત 'રેફરેંડમ 2020'ની વકાલત કરવા માટે જુલાઇ 2019માં ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધિત એસએફજેએ ચાર જુલાઇથી પંજાબ, દિલ્હી અને જમ્મૂ કાશ્મીરમાં અલગ-અલગ પોર્ટલોના માધ્યમથી 'રેફરેંડમ 2020' માટે પોતાનું ઓનલાઇન વોટર રજીસ્ટ્રેશન શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, જે સંગઠન કથિત રીતે સમર્થન એકઠું કરી શક્યો નથી.
ગ્રુપે પન્નુનના નિર્દેશ પર દિલ્હી અને જમ્મૂ-કાશ્મીરમાં જનમત સંગ્રહ માટે પોતાનું વોટર રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે બે વખત કનાડાઇ સાઇબરસ્પેસનો ઉપયોગ કર્યો છે, જે ગત મહિને ભારત સરકાર દ્વારા નામિત નવ ખાલિસ્તાની કાર્યકર્તાઓમાં સામેલ છે.
યૂએસમાં રહેનાર પન્નુન 'રેફરેંડમ 2020' અભિયાનમાં એક પ્રમુખ ભૂમિકા ભજવી રહ્યા છે. તેના અમેરિકા સ્થિત કટ્ટરપંથી ખાલિસ્તાન સંગઠને 'રેફરેંડમ 2020'ના પોતાના એજન્ડાનું સમર્થન કરવા માટે ભારત અને વિદેશમાં રહેનાર શીખોને આગ્રહ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે