પાકિસ્તાનથી છુટ્યા 20 ભારતીય માછીમારો, ચાર વર્ષથી કરાચી જેલમાં હતા બંધ

સોમવારે પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે.

પાકિસ્તાનથી છુટ્યા 20 ભારતીય માછીમારો, ચાર વર્ષથી કરાચી જેલમાં હતા બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે 20 ભારતીય માછીમારોને છોડી દીધા છે. આ વધા માછીમારો આજે અટારી-વાઘા સરહદના રસ્તે ભારતમાં દાખલ થયા છે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી કરાચીની લાંધી જેલમાં બંધ હતા. આ દરમિયાન અમારા પરિવારને આર્થિક મદદ આપવા માટે મોદી સરકારના આભારી છીએ. 

સોમવારે પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે. તેમાંથી ઘણા ચાર વર્ષ પહેલા પાકિસ્તાની જળ સીમાને પાર કર્યા બાદ કેદ કરી લેવામાં આવ્યા હતા તો કેટલાકને પાંચ વર્ષ બાદ છોડવામાં આવ્યા છે.

"We were caught in the sea & languished in Landhi jail for last 4 years. We thank Modi Govt for providing Rs 9000 to our families when we were in jail," a fisherman said pic.twitter.com/2BTMeIc9qx

— ANI (@ANI) November 15, 2021

છુટેલા આ ભારતીય માછીમારોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી રહી હતી. તે રાહત અનુભવી રહ્યાં હતા. એક ભારતીય માછીમારે કહ્યું કે, તે પોતાના વતન પહોંચીને ખુબ ખુશ છે. 

કરાચીથી છુટ્યા બાદ અટારી બોર્ડરથી ભારત પહોંચેલા એક માછીમારે કહ્યું- અમે છેલ્લા 4 વર્ષથી લાંધી જેલમાં બંધ હતા. અમારા જેલમાં રહેવા દરમિયાન અમારા પરિવારોને દર મહિને 9 હજાર રૂપિયા આપવા માટે મોદી સરકારનો આભાર માનીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news