કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેન્ડીંગના આ છે 3 મોટા કારણો
દુબઇથી કેરળના કોઝિકોડ આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન (IX-1344) રનવે પર લપસી ગયું, આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. જેમાં પાયલટ પણ સામેલ છે. વિમાનમાં કુલ 191 લોકો સવાર હતા.
Trending Photos
નવી દિલ્હી: દુબઇથી કેરળના કોઝિકોડ આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન (IX-1344) રનવે પર લપસી ગયું, આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. જેમાં પાયલટ પણ સામેલ છે. વિમાનમાં કુલ 191 લોકો સવાર હતા. હાલ કરીપુર એરપોર્ટ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ ભયાનક અકસ્માતના સંભવિત 3 કારણ હોઇ શકે છે
પહેલું કારણ- 'ટ્રેનિંગ પર અસર'
પાયલોટ વર્ષમાં બે વાર ટ્રેનિંગ થાય છે જે ફિટ હોય છે, તેમને જ ઉડાન ભરવાની મંજૂરી મળે છે, પરંતુ કોરોના મહામારીના કારણે સિમુલેટર્સ (Simulators)થી થનાર ટ્રેનિંગ 30 સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી હતી, એટલે જે ઉડાન માટે ફિટ ન હોય તે પણ કામ કરી રહ્યા હતા.
કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય
બીજું કારણ- 'માનસિક તણાવ'
ગુરૂવારે એટલે કે અકસ્માતથી લગભગ 24 કલાક પહેલાં પાયલોટના વેતનમાં 60 ટકાના ઘટાડાનો આદેશ આવ્યો હતો. નિર્ણય 1 ઓગસ્ટથી લાગૂ થવાનો હતો એટલે માનસિક તણાવ પણ એક કારણ હોઇ શકે છે.
ત્રીજું કારણ- ટેલબ ટોપ રનવે'
જે એરપોર્ટ પર અકસ્માત થયો તે ટેબલ ટોપ રન વે છે, રનવે પર વચ્ચે પણ લાઇટ હોય છે જેને સેન્ટર લાઇટ (Center Light) કહે છે અને જેનાથી લેન્ડીંગ દરમિયાન રનવેનો અંદાજો રહે છે. પરંતુ આ રનવે પર તે લાઇટ ન હતી. તેને Black Hole Approach કહેવામાં આવે છે.
આ રનવે પર મોટા જહાજ આવતા નથી કારણ કે રનવે ખતરનાક છે. એટલે વરસાદના કારણે પ્લેન લેન્ડ કરતી વખતે Tale Wind અને Black Holeના લીધે રનવેનો અંદાજો રહ્યો ન હોય કારણ કે હવામાનના કારણે અહીં વિજિબિલિટી ખૂબ ઓછી હતી અને શક્ય છે કે અકસ્માતનું એક કારણ આ પણ હોય. રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુરૂવારથી જ અહીં સતત વરસાદ છે, તેના કારણે વિજિબિલિટી ઓછી થઇ ગઇ હતી. વિમાન રનવે પર સારી રીતે લેન્ડ ન થઇ શકતા ખીણમાં પડી ગયું. આ એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનના બે ટુકડા થઇ ગયા છે.
પીએમ મોદીએ CM પિનરાઇ વિજયન સાથે કરી વાત
વિમાન દુર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનથી ફોન પર વાત કરી હતી. સીએમ વિજયને પ્રધાનમંત્રીને જાણકારી આપી કે, કોઝિકોડ અને મલપ્પુરમના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અને IG અશોક યાદવની સાથે અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચ્યા છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે