મણિપુરમાં ભૂકંપના આંચકા, ભયભીત થઇને ઘરની બહાર દોડ્યા લોકો
ભૂકંપના આંચકા વિશે જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, સવારે 5.15 મીનિટ પર ચુરચંદપુર વિસ્તારમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
Trending Photos
નવી દિલ્હી: સોમવાર સવારે મણિપુરના ચુરચંદપુર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર પર ભૂકંપના આંચકાની 4.5 તીવ્રતા જણાવી રહ્યાં છે. ભૂકંપના આંચકાનો અનુભવ થતા જ લોકો ઘરથી બહાર આવી ગયા હતા.
ભૂકંપના આંચકા વિશે જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, સવારે 5.15 મીનિટ પર ચુરચંદપુર વિસ્તારમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જોકે આ ભૂકંપના આંચકામાં કોઇ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી.
ભૂકંપમાં ના કરવું જોઇએ કામ
- ભૂકંપ દરમિયાન તમારે લિફ્ટનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
- બહાર જવા માટે લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરવો જોઇએ.
- ક્યાંય ફસાઇ ગયા છો તો દોડવું નહીં, તેનાથી ભૂકંપની વધારે અસર થશે.
- જો તેમે ગાડી અથવા કોઇ વાહન ચલાવી રહ્યો હોવ તો તે સમયે વાહન રોકી દેવું.
- વાહન ચલાવી રહ્યા છો તો બિલ્ડિંગ, હોર્ડિંગ્સ, થાંભલા, ફ્લાઇઓવર, પુલથી દુર રસ્તાના કિનારે ગાડી રોકવી.
- ભૂકંપ આવવા પર તાત્કાલીક સુરક્ષિત અને ખુલ્લા મેદાનમાં જાઓ. મોટી બિલ્ડિંગો, ઝાડ, વીજળીના થાંભલાથી દૂર રહો.
- ભૂકંપ આવવા પર બારી, કબાટ, પંખા, ઉપર રાખેલા ભારે સામાનથી દૂર થઇ જાઓ જેથી તેમના પડવાથી ઇજા ન પહોંચે.
- ટેબલ, બેડ, ડેસ્ક જેવા મજબૂત ફર્નિચર નીચે સંતાઇ જાઓ.
- કોઇ મજબૂત દિવાસ, થાંભલાથી અડીને માથા, હાથ, વગેરેને કોઇ મજબૂત વસ્તુથી આવરી બેસી જાઓ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે