દિલ્હીના ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં શંકાસ્પદ બેગ મળી, આઈઈડી હોવાની આશંકા, એનએસજી ઘટનાસ્થળે
Suspicious Bag Found: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે છે. સ્પેશિયલ સેલના અધિકારીઓ પ્રમાણે આ બેગ ઓલ્ડ સીમાપુરીના મકાન નંબર ડી 49 સુનારોવાળી ગલીના એક ઘરમાં મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં ગુરૂવારે બપોરે એક શંકાસ્પદ બેગ મળી આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બેગને ચેક કરી રહે છે. પોલીસને બપોરે બે કલાકે વિસ્તારમાં શંકાસ્પદ બેગ હોવાની સૂચના મળી હતી. દિલ્હી પોવીસની સ્પેશિયલ સેલ, બોમ્બ સ્ક્વોડ અને એનએસજી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
સ્પેશિયલ સેલના અધિકારી પ્રમાણે, આ બેગ ઓલ્ડ સીમાપુરીના મકાન નંબર ડી-49 સુનારોવાળી ગલીના એક ઘરમાં મળી છે. સ્પેશિયલ સેલની ટીમ તપાસ કરી રહી છે. બેગમાં શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસનું કહેવું છે કે બેગની તપાસ કર્યાં બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે.
#UPDATE IED found in the suspected bag from the house in Old Seemapuri area in Delhi. Bomb disposal squad reached the spot pic.twitter.com/mACrVM8Xa8
— ANI (@ANI) February 17, 2022
હકીકતમાં દિલ્લીના ગાઝીપુરમાં થોડા સમય પહેલા જે આરડીએક્સ મળ્યો હતો તે મામલાની તપાસ કરતા સ્પેશિયલ સેલની ટીમ દિલ્હીના સીમાપુરી વિસ્તારના ઘરમાં પહોંચી હતી. અહીં સર્ચ દરમિયાન શંકાસ્પદ બેગ મળ્યું, જે સીલ પેક હતું. સૂત્રો પ્રમાણે તેમાં આઈઈડી હોવાની સંભાવના છે. જે રૂમમાં બેગ મળ્યું તેમાં ભાડા પર 3-4 યુવકો રહે છે, જે હાલ ફરાર છે.
આ પણ વાંચોઃ Lakhimpur Kheri Violence Case: આશીષ મિશ્રાના જામીન રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી
મહત્વનું છે કે 14 જાન્યુઆરીએ ગાઝીપુર શાક માર્કેટના ગેટ નંબર એકની બહાર એક લાવારિસ બેગ મળી હતી. પોલીસ પ્રમાણે ગેટ નંબર 1ની બહાર અનુપમે જ્યાં સ્કૂટી ઉભી રાખી, તે જગ્યા પર લાવારિસ બેગ પડી હતી. બાદમાં ગાઝીપુર શાક માર્કેટની અંદર 8 ફૂટ ઉંડો ખાડો કરવામાં આવ્યો અને એનએસજીની ટીમે તે બોમ્બને ખાડામાં રાખી દીધો હતો. થોડા સમય બાદ મોટો ધમાકો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે