આ શું થઈ રહ્યું છે...અચાનક હવામાનમાં આ તે કેવો પલટો? હવામાન વિશેષજ્ઞોએ જે કહ્યું તે ખાસ જાણો 

શિયાળો દર વખતે આવે છે અને સીઝન કુદરતના નિયમો મુજબ બદલાતી રહે છે. પરંતુ આ વખતે શિયાળામાં એક ખાસ વાત જોવા મળી રહી છે. હવામાન એક્સપર્ટ્સ આ અંગે શું કહે છે તે ખાસ જાણવા જેવું છે. 

Trending Photos

આ શું થઈ રહ્યું છે...અચાનક હવામાનમાં આ તે કેવો પલટો? હવામાન વિશેષજ્ઞોએ જે કહ્યું તે ખાસ જાણો 

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી આ વખતે કઈક જલદી શરૂ થઈ ગયેલી જોવા મળી. સામાન્ય રીતે આવી ઠંડીની શરૂઆત ડિસેમ્બર મહિનાના મધ્યથી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે અનેક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડા પવન અને ઠંડી રાતોએ દસ્તક દઈ દીધી. દિલ્હી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઘણું નીચું નોંધાયું. ચંડીગઢમાં તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે દિલ્હીની સીઝનની સૌથી ઠંડી સવાર 4.5 ડિગ્રી જોવા મળી. જો કે હવામાન વિભાગે 15 ડિસેમ્બર સુધીમાં અનેક રાજ્યોમાં ઠંડી હજુ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. 

કેમ આટલી જલદી આટલી બધી ઠંડી?
અસલમાં IMD ના જણાવ્યાં મુજબ આ વખતે ગાત્રો થીજવતી ઠંડી આટલી જલદી શરૂ થવા પાછળ અનેક કારણો છે. ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે હિમાલયના પશ્ચિમી ક્ષેત્ર અને તેની આજુબાજુના મેદાની વિસ્તારોને પ્રભાવિત કર્યા. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8-9 ડિસેમ્બરની વચ્ચે સક્રિય રહ્યું. જેનાથી હિમાલયમાં ભારે બરફવર્ષા થઈ અને મેદાની વિસ્તારોમાં ઠંડા વાયરા  પહોંચ્યા. આ ઉપરાંત ઉત્તર  ભારતમાં છેલ્લા બે મહિનાથી વરસાદની કમીએ પણ ઠંડી વધારી છે. પંજાબમાં ફક્ત 18 ટકા અને હરિયાણામાં માત્ર 4 ટકા સામાન્ય વરસાદ જોવા મળ્યો જેનાથી જમીનનો ભેજ ઘટી ગયો અને રાતના સમયે તાપમાન ઝડપથી ગગડવા લાગ્યું. 

કેમ રાતે વધુ ઠંડી અને દિવસ ગરમ?
આ વખતની ઠંડીની સૌથી મોટી ખાસિયત એ છે કે રાતો ખુબ જ ઠંડી વીતી રહી છે અને દિવસ અપેક્ષા કરતા વધુ ગરમ જોવા મળી રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ IMD ના વિશેષજ્ઞોએ જણાવ્યું કે સાફ આકાશ અને શુષ્ક હવામાનના કારણે રાતના સમયે ગરમી ઝડપથી ખતમ થઈ  જાય છે જેનાથી લઘુત્તમ તાપમાન ગગડી જાય છે. જ્યારે દિવસના સમયે તડકામાં કોઈ અડચણ ન હોવાના કરાણે તાપમાન સામાન્ય જળવાઈ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વખતે ધુમ્મસની કમી પણ દિવસને ગરમ રાખી રહી છે. 

પહાડો પર બરફવર્ષાની પણ અસર
હિમાલયમાં સમય પહેલા પડેલી બરફવર્ષાએ પણ મેદાનોમાં ઠંડી વધારી છે. બરફવર્ષા બાદ ઠંડો પવન નીચે તરફ ફૂંકાય છે જેનાથી મેદાની વિસ્તારોમાં તાપમાન ગગડે છે. આ વખતે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ભારે બરફવર્ષા થઈ જેનાથી ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પ્રભાવિત થયા. 

જળવાયુ પરિવર્તનની પણ અસર
હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની અસામાન્ય ઠંડી જળવાયુ પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સમય અને તેની તીવ્રતામાં ફેરફાર, વરસાદની કમી અને તાપમાનના પેટર્નમાં ફેરફાર આવનારા સમયમાં હજુ વધુ અનિશ્ચિત મૌસમનો સંકેત આપે છે. આ મૌસમ માત્ર માણસોને નહીં પરંતુ પાક અને પર્યાવરણ ઉપર પણ ઊંડી અસર પાડી શકે છે. 

IMD નું પૂર્વાનુમાન
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તર ભારતમાં ઠંડીનો આ દૌર 15 ડિસેમ્બર સુધી ચાલુ રહી શકે છે. આ દરમિયાન રાતનું તાપમાન સામાન્યથી નીચે જ જોવા મળશે. વિભાગે severe cold wave માટે યલ્લો એલર્ટ પણ બહાર પાડ્યું છે અને લોકોને સાવધાની વર્તવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકો માટે આ મૌસમ ગંભીર રહી શકે છે. ઠંડો પવન અને સાફ આકાશના કારણે આવનારા દિવસોમાં ઠંડી હજુ વધે  તેવી સંભાવના છે. 
Photo: AI

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news