પટનાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની અફવાથી યાત્રીકોમાં ખળભળાટ

પટનાના ડીએમ ચંદ્રશેખરે જણાવ્યુ કે એક વ્યક્તિએ ખુદ જણાવ્યુ કે તે પોતાની બેગમાં બોમ્બ રાખી ઈન્ડિગોની ફ્લાઇટથી દિલ્હી જઈ રહ્યો છે. ત્યારબાદ એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 

પટનાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની અફવાથી યાત્રીકોમાં ખળભળાટ

પટનાઃ પટનાના લોકનાયક જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની સૂચનાથી યાત્રીકોમાં હડકંપ મચી ગયો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6 e 2126 માં બોમ્બની સૂચના હોવા પર તમામ યાત્રીકોને ઉતારી દેવામાં આવ્યા. બધા યાત્રીકોના સામાનની તપાસ કર્યા બાદ તેમાં કંઈ મળ્યું નહીં. ફ્લાઇટની તપાસ કરવામાં આવી પરંતુ ન કોઈ બોમ્બ મળ્યો અને ન કોઈ વિસ્ફોટક.

સીઆઈએસએફના અધિકારીઓ અનુસાર રાત્રે 9 કલાકે ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવા સંબંધી કોલ આવ્યો હતો. ફોન કરનારનો ઇરાદો ફ્લાઇટને લેટ કરાવવાનો અથવા તોફાનભર્યું પગલું હોઈ શકે છે. તો સુરક્ષા માટે વિમાનની બીજીવાર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તમામ યાત્રીકો ભયભીત જોવા મળ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસ પણ આ મામલાની તપાસમાં લાગી છે. હાલ એરપોર્ટ તંત્રના અધિકારીઓ કોઈ માહિતી આપી રહ્યાં નથી. તો ઈન્ડિગોએ પણ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. 

— ANI (@ANI) July 21, 2022

તો પટનાના ડીએમ ચંદ્રશેખરે જણાવ્યુ કે એક વ્યક્તિએ ખુદ જણાવ્યુ કે તે પોતાની બેગમાં બોમ્બ રાખી ઈન્ડિગોની ફ્લાઇટથી દિલ્હી જઈ રહ્યો છે. ત્યારબાદ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત સીઆઇએસએફના અધિકારીઓ હરકતમાં આવ્યા અને સૂચના આપનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news