એશિયામાં તણાવ વચ્ચે DRDOનો કમાલ, સ્વદેશી એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ
Anti ank Guided Missiles successfully test: રક્ષામંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને ભારતીય સેનાને આ ઉપલબ્ધિ માટે શુભેચ્છા આપી છે. નિવેદન પ્રમાણે મિસાઇલોને બે અલગ-અલગ રેન્જમાં સટીલ રૂપથી ટાર્ગેટ કરતા તેને સફળતાપૂર્વક તબાહ કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Anti-Tank Guided Missiles test: એશિયામાં ચીન અને તાઇવાનના વધતા તણાવ વચ્ચે ભારતે એક મોટું પગલું ભર્યું છે. ડીઆરડીઓએ સ્વદેશી લેઝર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલની (ATGM) મહત્વનું યુદ્ધ ટેન્ક અર્જુનથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતીય સેનાના કેકે રેન્જ અહમદનગર મહારાષ્ટ્રમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઇલે સટીકતાની સાથે ટાર્ગેટ કર્યો અને બે અલગ-અલગ રેન્જમાં પોતાના ટાર્ગેટ હાસિલ કર્યાં હતા.
અર્જુન ટેન્કથી થયો ટેસ્ટ
એનઆઈએ જણાવ્યું કે એટીજીએમને મલ્ટી-પ્લેટફોર્મ લોન્ચ કેપિસિટીની સાથે તૈયાર કરવામાં આવી છે અને હાલમાં અર્જુન ટેન્કની 120 મિમી રાઇફલ્ડ ગનથી ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટની સાથે મિનિમમથી મેક્સીમમ ટાર્ગેટ હાસિલ કરવાની ક્ષમતા પર હવે મહોર લાગી ગઈ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી શુભેચ્છા
રક્ષામંત્રી રાજનાથ સિંહે એટીજીએમ તૈયાર કરનાર ડીઆરડીઓ અને ભારતીય સેનાને આ સફળ પરીક્ષણ માટે શુભેચ્છા આપી છે. મંત્રાલયે કહ્યું- ડીઆરડીઓ અને ભારતીય સેનાએ યુદ્ધક ટેન્ક અર્જુન દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત લેઝર-ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રાલયે કહ્યું- મિસાઇલોને બે અલગ-અલગ રેન્જમાં સટીક રૂપથી ટાર્ગેટ કરતા તેને સફળતાપૂર્વક નષ્ટ કરી દેવામાં આવ્યા. ટેલીમેટ્રી સિસ્ટમે મિસાઇલોના સંતોષજનક ઉડાન પ્રદર્શનને નોંધ્યા છે.
#DRDOUpdates | Indigenously developed Laser Guided ATGM was successfully tested today from MBT Arjun. Missile hit the bull’s eye with textbook precision. Trial has established the ATGMs capability to engage targets from min to max ranges. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/bwZ25vyfMI
— DRDO (@DRDO_India) June 28, 2022
ભારતીય સેના તરફથી આ ટેસ્ટ તેવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકી સ્પીકર નેસ્લી પેલોસીની તાઇવાન યાત્રા બાદ ચીન આક્રમક થઈ ગયું છે અને તેણે સૌથી મોટી મિલિટ્રી ડ્રિલ શરૂ કરી તાઇવાનને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. ચીન તરફથી તાઇવાનની સમુદ્રી અને હવાઈ સીમાની આસપાસ મિસાઇલ એટેક પણ કરવામાં આવ્યા છે. બેઇજિંગે આ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. ચીનના યુદ્ધાભ્યાસ દ્વારા ક્ષેત્રમાં તણાવ છે અને ભારત પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચોઃ National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ 8 કલાક પૂછપરછ કરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે