Covid-19 Vaccination in India : ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHO એ કરી પ્રશંસા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યૂએચઓએ પણ કોવિડ વિરોધી રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે ભારત સરકારને શુભેચ્છા આપી છે.

Covid-19 Vaccination in India : ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHO એ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ હવે નિર્ણાયક મુકામ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વિરુદ્ધ ચાલી રહેલા રસીકરણનો આંકડો 75 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા પ્રયાસના મંત્રની સાથે દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન સતત નવા આયામો બનાવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75માં વર્ષમાં દેશે 75 કરોડ રસીકરણનો આંકડો પાર કરી લીધો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યૂએચઓએ પણ કોવિડ વિરોધી રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે ભારત સરકારને શુભેચ્છા આપી છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ભારતે ઝડપથી રસીકરણ કરતા માત્ર 13 દિવસમાં 10 કરોડ ડોઝ લોગોને લગાવવાનું કામ કર્યું છે. 

PM @NarendraModi के सबका साथ, सबका प्रयास के मंत्र के साथ विश्व का सबसे बड़ा टीकाकरण अभियान निरंतर नए आयाम गढ़ रहा है। #AazadiKaAmritMahotsav यानि आज़ादी के 75वें वर्ष में देश ने 75 करोड़ टीकाकरण के आँकड़े को पार कर लिया है।#SabkoVaccineMuftVaccine pic.twitter.com/BEDmQZQsY7

— Mansukh Mandaviya (@mansukhmandviya) September 13, 2021

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, 75 કરોડ વેક્સિન લાગવી એક મોટી સિદ્ધિ છે. તે માટે હું પ્રધાનનમંત્રી, દેશની જનતા, કોવિડ વોરિયર્સ અને રાજ્ય સરકારોનો આભાર વ્યક્ત કરુ છું. દુનિયાના દેશોના મુકાબલે ભારત રસીકરણ મુહિમમાં ખુબ આગળ નિકળ્યું છે. 

— ANI (@ANI) September 13, 2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં અત્યાર સુધી પ્રથમ ડોઝના રૂપમાં 29,92,22,651 ડોઝ લગાવવામાં આવ્યા છે. 18-44 વર્ષની ઉંમર વર્ગમાં 4,37,98,076 વેક્સિન બીજા ડોઝના રૂપમાં લગાવવામાં આવી છે. 45-59 વર્ષ ઉંમર વર્ગમાં 14,37,03,736 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 6,31,16,459 લોકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બીજા ડોઝના રૂપમાં 4,94,45,594 ડોઝ લગાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય કર્મીઓને 1,03,64,261 પ્રથમ ડોઝ અને 85,98,485 બીજો ડોઝ લગાવી ચુકવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news