પાકને નવા આર્મી ચીફની ચેતવણી, કહ્યું- આતંકવાદનો જવાબ આપવા ભારત પાસે ઘણા વિકલ્પ

પાકિસ્તાન તરફ ઈશારો કરતા સેના પ્રમુખે કહ્યું કે, અમારો પાડોસી દેશ આતંકવાદના માધ્યમથી આપણી વિરુદ્ધ પ્રોક્સી વોર કરી રહ્યો છે અને આ તેની રાજકીય નીતિ બની ગયું છે. 
 

પાકને નવા આર્મી ચીફની ચેતવણી, કહ્યું- આતંકવાદનો જવાબ આપવા ભારત પાસે ઘણા વિકલ્પ

નવી દિલ્હીઃ નવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ પદ સંભાળતા જ પાડોસી દેશ પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું છે કે જો તે રાજ્ય પ્રાયોજિત આતંકવાદને નહીં રોકે તો અમારી પાસે સાવચેતીના ભાગ રૂપે આતંકી ઠેકાણા પર હુમલો કરવાનો અધિકાર છે. મંગળવારે જનરલ બિપિન રાવતના ઉત્તરાધિકારીના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યૂમાં નરવણેએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ઉશકરાયેલા કે તેના દ્વારા પ્રાયોજીત આતંકવાદના કોઈપણ કૃત્યનો જવાબ આપવા માટે ઘણા વિકલ્પ છે. પાકિસ્તાન આતંકવાદના માધ્યમથી વધુ સમય સુધી પ્રોકસી યુદ્ધ ન ચલાવી શકે. 

પાકિસ્તાનનું પ્રોક્સી વોર
પાકિસ્તાન તરફ ઈશારો કરતા સેના પ્રમુખે કહ્યું કે, અમારો પાડોસી દેશ આતંકવાદના માધ્યમથી આપણી વિરુદ્ધ પ્રોક્સી વોર કરી રહ્યો છે અને આ તેની રાજકીય નીતિ બની ગયું છે. તે ભારતને અસ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમની આ ચાલ લાંબો સમય સુધી કામ આવશે નહીં, કારણ કે લોકોને લાંબા સમય સુધી મુર્ખ ન બનાવી શકાય. 

— ANI (@ANI) December 31, 2019

સેના પ્રમુખે કહ્યું કે, આતંકવાદ વિશ્વવ્યાપી સમસ્યા છે. ભારત લાંબા સમયથી તેની વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે. હવે વિશ્વ આતંકવાદથી પ્રભાવિત થયું અને તેનો ખતરો માની રહ્યું છે. તો ચીફ ઓફ ડિફેન્સ પર તેમણે કહ્યું કે, દેશને તેની જરૂર હતી. તેનાથી ત્રણેય સેનાઓ વચ્ચે સારા તાલમેલમાં મદદ મળશે. 

કાશ્મીરની સ્થિતિમાં સુધાર
જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદથી જમ્મૂ-કાશ્મીરની જમીની સ્થિતિમાં સુધાર થયો છે. હિંસાની ઘટનાઓમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. તે જમ્મૂ-કાશ્મીરના લોકો માટે સારી વાત છે. આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાની દિશામાં એક પગલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news