Arvind Kejriwal ભાષણ આપી રહ્યા હતા અને અચાનક લાગ્યા મોદી મોદીના નારા...હાથ જોડીને શું કહ્યું તે જાણો

Watch Video: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુરુગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. પરંતુ કાર્યક્રમમાં હંગામો મચી ગયો. મંચ પર ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર બેઠા હતા. કેજરીવાલ શિક્ષણના ક્ષેત્રમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કરી રહ્યા હતા અચાનક ત્યારે જ કેટલાક લોકોએ હો હો ના નારા લગાવ્યા.

Arvind Kejriwal ભાષણ આપી રહ્યા હતા અને અચાનક લાગ્યા મોદી મોદીના નારા...હાથ જોડીને શું કહ્યું તે જાણો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુરુગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. પરંતુ કાર્યક્રમમાં હંગામો મચી ગયો. મંચ પર ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર બેઠા હતા. કેજરીવાલ શિક્ષણના ક્ષેત્રમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કરી રહ્યા હતા અચાનક ત્યારે જ કેટલાક લોકોએ હો હો ના નારા લગાવ્યા. કેજરીવાલે કહ્યું કે કઈ વાંધો નહીં, પછી કહી દેજો...હાથ જોડીને. (આમ કહીને તેમણે હાથ જોડ્યા) જો કે નારા લગાવનારા માન્યા નહીં. અરવિંદ  કેજરીવાલ માઈક સામે ખામોશ રહ્યા. તેમના સમર્થકો અરવિંદ કેજરીવાલ જિંદાબાદના નારા લગાવવા લાગ્યા. 3-4 મિનિટ સુધી કેજરીવાલે જોયા કર્યું. મંચ પરથી હંગામો કરનારાઓને શાંત કરવાની કોશિશ કરાઈ પરંતુ મોદી મોદીના નારા ગૂંજવા લાગ્યા. 

કેજરીવાલે આગળ કહ્યું કે કાશ..આ નારાથી શિક્ષણ વ્યવસ્થા સારી થઈ શકત તો ઘણું બધું 70 વર્ષમાં...મારું તમને લોકોને હાથ જોડીને નિવેદન છે. આ પાર્ટીવાળાઓ અને તે પાર્ટીવાળાઓને પણ...મારી 5 મિનિટ વાત સાંભળી લો. ન ગમે તો પછી નારા લગાવજો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 8, 2023

જો કે સીએમ કેજરીવાલે ફરી રોકાવવું પડ્યું. સભાકક્ષમાં અનેક લોકો બૂમો પાડવા લાગયા. પોતાની વાત રજુ કરવા લાગ્યા. કેજરીવાલે ફરીથી એકવાર આગ્રહ કરતા કહ્યું કે જો તમે મંજૂરી આપો તો હું 5 મિનિટ બોલી લઉ. મારી વાત સારી ન લાગે તો મારી વાત છોડી દેજો. જો કે હંગામો આમ છતાં રોકાયો નહીં. કેજરીવાલ મંચથી બોલતા રહ્યા, બધા બેસી જાઓ, બેસી જાઓ. 

3-4 મિનિટના હંગામા બાદ કેજરીવાલે ફરીથી બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે દિલ્હીમાં 12માં ધોરણ સુધીના શિક્ષણને સારું બનાવવામાં આવ્યું છે અને આગળના શિક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news