5 માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં કેમ વધી PM મોદીની ચિંતા? લોકસભામાં ભાજપને નડી શકે છે આ બાબત
5 State Election: હાથમાંથી ગયા 2 રાજ્યો પરંતુ કોંગ્રેસને ભાજપ કરતા 10 લાખ વધુ મત મળ્યા. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપે ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરી અને ફટાકડા ફોડ્યા, પણ જાણો આ વોટશેરનું ગણિત...જે ભાજપ માટે બની શકે છે ચિંતાનું કારણ....
Trending Photos
Assembly Election Result 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવી રહી છે. તેલંગાણામાં કોંગ્રેસે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગયા. કોંગ્રેસની બેઠકો ઘટી છે પરંતુ વોટ શેરમાં બહુ ફેરફાર થયો નથી. બીજેપી તેના મતદારોની સંખ્યા વધારવામાં ચોક્કસપણે સફળ રહી છે. પરંતુ પાંચ રાજ્યોના કુલ મતોની વાત કરીએ તો ભાજપ કરતા કોંગ્રેસને વધુ મત મળ્યા હોવાનું જાણવા મળે છે. ચાલો તેને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.
એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસને કેટલા વોટ મળ્યા?
સૌથી પહેલા મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ભાજપને કોંગ્રેસ કરતા લગભગ 35 લાખ વધુ વોટ મળ્યા છે. છત્તીસગઢમાં આ અંતર થોડું ઓછું છે. અહીં ભાજપને કોંગ્રેસ કરતા 6 લાખ 32 હજાર વધુ વોટ મળ્યા છે. રાજસ્થાનમાં પણ મતોનું માર્જિન બહુ વધારે નથી. અહીં ભાજપને 8 લાખ 56 હજાર વધુ વોટ મળ્યા છે.
પરંતુ તેલંગાણા અને મિઝોરમ પર નજર કરીએ તો કોંગ્રેસ આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસને ભાજપ કરતા 59 લાખ 78 હજાર વધુ મત મળ્યા છે. જ્યારે મિઝોરમમાં કોંગ્રેસને ભાજપ કરતા 1 લાખ 10 હજાર વધુ મત મળ્યા છે. પાંચેય રાજ્યોની સંપૂર્ણ તસવીર જોઈએ તો કોંગ્રેસને ભાજપ કરતાં 10 લાખ 55 હજાર વધુ મત મળ્યા છે.
મધ્યપ્રદેશમાં ભાજપે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢમાં મતોનો તફાવત બહુ નથી. એ વાત સાચી છે કે બેઠકોની સંખ્યામાં ઘણો તફાવત છે. કોંગ્રેસે ભલે બે રાજ્યો ગુમાવ્યા હોય, પરંતુ તેનો મતદાર આધાર હજુ પણ ભાજપ માટે પડકારરૂપ છે.
કોંગ્રેસના હાથમાંથી 2 રાજ્યો ભલે ગયા પણ લોકસભાની ફાઇનલ ભાજપ માટે એટલી આસાન નહીં હોય. આ છે સમીકરણો, ભાજપે કરવું પડશે માઈક્રોપ્લાનિંગ#Congress #BJP #AssemblyElections2023 pic.twitter.com/abxZEZtdPH
— Zee 24 Kalak (@Zee24Kalak) December 6, 2023
કોંગ્રેસ-ભાજપને કેટલી બેઠકો મળી?
મધ્યપ્રદેશમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતી છે. કોંગ્રેસને 66 બેઠકો મળી છે. જ્યારે 1 સીટ ભારત આદિવાસી પાર્ટીના ખાતામાં આવી છે. રાજસ્થાનની વાત કરીએ તો અહીં પણ ભાજપને બહુમતી મળી છે. પાર્ટીને 115 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 69 સીટો જીતી શકી હતી. ભારત આદિવાસી પાર્ટીને 3, બસપાને 2, આરએલડી અને આરએલટીપીને 1-1 સીટ મળી છે. 8 બેઠકો પર અપક્ષોએ જીત મેળવી છે.
છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 35 બેઠકો આવી છે. ગોંડવાના ગણતંત્ર પાર્ટી (GGP) એ એક બેઠક જીતી છે. તેલંગાણામાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. 119 બેઠકોમાંથી 64 બેઠકો પાર્ટીના ખાતામાં ગઈ છે. BRSને 39, BJPને 8, AIMIMને 7 અને CPIને 1 સીટ મળી છે. મિઝોરમની વાત કરીએ તો જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અહીં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ZPM 27, MNF 10, BJP 2 અને કોંગ્રેસ માત્ર 1 સીટ જીતી શકી છે. ભાજપ ભલે 3 રાજ્યો જીતી ચૂકી છે પણ લોકસભાની ફાયનલ એટલી સરળ નહીં હોય. ભાજપે આ માટે માઈક્રોમેનેજમેન્ટ કરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે