Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય

Ayushman Bharat Yojana: સરકાર આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં વધુ વધારો કરવાની તૈયારી કરી રહી છે, હાલમાં આ યોજના હેઠળ 30 કરોડથી વધુ લોકોના કાર્ડ બનાવવામાં આવ્યા છે.
 

Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય

Ayushman Bharat Card: ભારતમં કરોડો લોકો એવા છે, જેમની પાસે પોતાની સારી સારવાર માટે પૈસા સુદ્ધાં નથી. એવામાં સરકારી હોસ્પિટલોના ધક્કા ખાવા પડે છે અને ઇલાજ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. આવા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. હવે આ યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેનું કવર બમણું કરી શકે છે.

બમણું થઇ શકે છે કવર
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આયુષ્માન ભારત યોજનાને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જેમાં મફત સારવારની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી શકાય છે. જો કે સરકાર તરફથી આ અંગે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.

કરોડો લોકો પાસે છે આયુષ્માન કાર્ડ 
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી વસ્તુઓ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જો આમ થશે તો દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગને મોટી રાહત મળશે. સરકાર આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં વધુ વધારો કરવાની તૈયારી કરી રહી છે, હાલમાં આ યોજના હેઠળ 30 કરોડથી વધુ લોકોના કાર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ લોકો સામેલ છે.

જે લોકોની વાર્ષિક આવક રૂ. 1.80 લાખથી ઓછી છે તેઓ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તમે pmjay.gov.in પર જઈને પણ તમારી યોગ્યતા ચકાસી શકો છો, અહીં તમને ખબર પડશે કે તમે આ યોજનામાં જોડાઈ શકો છો કે નહીં. અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, જેના પછી OTP આવશે. આ પછી, રાજ્ય પસંદ કર્યા પછી, તમારે રાશન કાર્ડ નંબર પણ દાખલ કરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news