SCના આધાર નિર્ણયથી સામાન્ય નાગરિકોને આ જગ્યાઓએ થશે તગડો ફાયદો
સુપ્રિમ કોર્ટ કહ્યું કે, હવે બેંકથી આધાર કાર્ડ લિંક કરવાની જરૂર નથી. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં નાગરિકો સાથે જોડાયેલી અનેક એવી સુવિધાઓ આપી છે, જેનો સીધો ફાયદો તેમને થશે.
Trending Photos
આધાર કાર્ડ અને તેની સાથે જોડાયેલ 2016ના કાયદાની સંવિધાનિક અનિવાર્યતાને ચેલેન્જ આપનારી કેટલીક અરજીઓ પર સુપ્રિમ કોર્ટે બુધવારે સુનવણી કરતા મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ન્યાયાલયની 5 સદસ્યોની પીઠે પોતાના નિર્ણયમાં નાગરિકોને રાહત આપનારી કેટલીક વ્યવસ્થાઓ આપી છે. સુપ્રિમ કોર્ટ કહ્યું કે, હવે બેંકથી આધાર કાર્ડ લિંક કરવાની જરૂર નથી. પંરતુ પાન કાર્ડથી આધાર કાર્ડને લિંક કરવું જરૂરી હશે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં નાગરિકો સાથે જોડાયેલી અનેક એવી સુવિધાઓ આપી છે, જેનો સીધો ફાયદો તેમને થશે.
- સુપ્રિમ કોર્ટે આધાર એક્ટની ધારા 57ને નાબૂદ કરી દીધી છે, જેના બાદ પ્રાઈવેટ કંપનીઓ હવે આધાર કાર્ડ નહિ માંગી શકે.
- સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આધાર પ્રાઈવસીમાં દાખલ છે, પરંતુ તેની જરૂરિયાતને પણ જોવું પડશે. મૌલિક અધિકારો પર કેટલાક અંકુશ શક્ય નથી.
- કોર્ટે કહ્યું કે, 99.76 ટકા લોકોને સુવિધાથી વંચિત કરી શકાય નહિ. ઉલ્લેખનીય છે કે, ભારતના 1.22 અરબ લોકોનું આધાર કરાઈ ચૂક્યું છે.
- બાયોમેટ્રિકની સુરક્ષા માટે કડક વ્યવસ્થાની જરૂર છે. સુપ્રિમ કોર્ટે આ દિશામાં પગલા લેવાની વાત કરી છે.
- સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, બેંક ખાતા અને મોબાઈલ નંબરથી આધાર કાર્ડ લિંક કરવુ જરૂરી નથી. સર્વોચ્ચ ન્યાયાલયે સ્કૂલોમાં પણ આધારની અનિવાર્યતાને નાબૂદ કરી દીધું છે. આ ઉપરાંત સીબીએસઈ અને નીટમાં પણ આધાર જરૂરી નથી.
- સુપ્રિમ કોર્ટે કહ્યું કે, યુઆઈડીએઆઈ નાગરિકોના આધાર રજિસ્ટ્રેશન માટે ડેમોગ્રાફીક અને બાયોગ્રાફીક ડેટા જોડે છે. કોઈ પણ વ્યક્તિને આપવામાં આવેલ આધાર યુનિક હોય છે તેને કોઈ અન્ય વ્યક્તિને આપી શકાતો નથી.
- જસ્ટિસ એકે સીકરીએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, આધારે સમાજના હાસિયા પર પડેલા લોકોને નવી ઓળખ આપી છે. તે યુનિક ઓળખ છે. કેમ કે તેનુ ડુપ્લીકેશન ન કરી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે