Bharat Bandh LIVE: યુપી ગેટ પર ભીમ આર્મીના કાર્યકરો પર લાઠીચાર્જ, કૃષિમંત્રીને મળ્યા CM ખટ્ટર
ભારત બંધ આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. ખેડૂતો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દેશ ભરમાં ચક્કાજામ કરશે. જો કે એમ્બ્યુલન્સ સહિત અનેક ઈમરજન્સી સેવાઓને બંધમાં રાહત આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતો (Farmers) ના ભારત બંધ (Bharat Bandh) ને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધને લઈને વિભિન્ન રાજકીય પક્ષોના સમર્થનનું ખેડૂતોએ સ્વાગત કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મંચ રાજકીય પાર્ટીઓ માટે નહીં હોય. આ બાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે. ભારત બંધ આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. ખેડૂતો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દેશ ભરમાં ચક્કાજામ કરશે. જો કે એમ્બ્યુલન્સ સહિત અનેક ઈમરજન્સી સેવાઓને બંધમાં રાહત આપવામાં આવી છે.
live updates...
- હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના નિવાસ સ્થાને મુલાકાત કરી.
Delhi: Haryana CM Manohar Lal Khattar and Agriculture Minister Narendra Singh Tomar hold a meeting at the latter's residence. https://t.co/c2LzMOj73y pic.twitter.com/upESGmIY47
— ANI (@ANI) December 8, 2020
- યુપી ગેટ પર ખેડૂત આંદોલનમાં સામેલ ભીમ આર્મીના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારત બંધને લઈને વિપક્ષી દળો પર નિશાન સાધ્યું છે. ઈરાનીએ કહ્યું કે વિપક્ષ જે વોટના માધ્યમથી જનતાનું સમર્થન ન મેળવી શક્યો તે આજે કાયદો વ્યવસ્થાને ભંગ કરવા પર ઉતારુ થઈ ચૂક્યો છે. જેથી કરીને પોતાની રાજનીતિ ચમકાવી શકે. ક્યાંકને ક્યાંક રાજકીય હસ્તક્ષેપ છે કે અરાજકતા ફેલાય
When the bills were present in the parliament, the opposition had portrayed that government will stop MSP operation and shut the APMC mandis. The govt didn’t do it. In fact, government assured that MSP operations will be improved further: Union Minister & BJP Leader Smriti Irani https://t.co/6M3W91vNea
— ANI (@ANI) December 8, 2020
- સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે 336 લાખ ધાન ખરીદી થઈ છે. જેમાં મોટાભાગના પંજાબના લોકો છે. ભારત સરકાર મંડી ચલાવી રહી છે. વિપક્ષ મંડી બંધ કરાવવા માંગે છે. વિપક્ષ ઈચ્છતો હતો કે APMC ખતમ થઈ જાય. આજે શરદ પવારે જાહેરમાં કહ્યું છે કે બધી સુવિધાઓ બંધ કરી દો. રાહુલ ગાંધીએ સાંસદ હતા ત્યારે અમેઠીમાં લોકો પર ડંડા વરસાવ્યા. હું તે વિસ્તારની સાંસદ છું. જ્યાં તેમણે પોતાના સમયે લોકો પર કેર વર્તાવ્યો હતો. પ્રિયંકા ગાંધી પહેલા લોકોની લૂંટેલી જમીન પાછી આપે પછી વાત કરે.
- દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીનો દાવો ફગાવ્યો. કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ નજરકેદ નથી. ક્યાંય પણ જઈ શકે છે.
This statement is absolutely incorrect. As being the CM of Delhi, he can move around wherever he wants: Anto Alphonse, DCP North, Delhi https://t.co/pc4WJAxZek pic.twitter.com/7geRbaVoYe
— ANI (@ANI) December 8, 2020
- જયપુરમાં ભારત બંધ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં ભીડંત થઈ. ખુબ હાથાપાઈ થઈ. જયપુરમાં ભારત બંધ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો પ્રદેશ ભાજપ હેડક્વાર્ટરને ઘેરવા પહોંચી ગયા હતા. કાર્યાલય સામે તેમણે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી વિરુદ્ધ નારેબાજી કરી. આ દરમિયાન જ્યારે પીએમનું પુતળું બાળવા લાગ્યા તો ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ તેનો વિરોધ કર્યો. આ દરમિયાન ખુબ હોબાળો મચ્યો અને આ હોબાળો હાથાપાઈમાં ફેરવાઈ ગયો.
- શરદ પવારે ખેડૂતોના પ્રદર્શનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિલમાં સુધારાની જરૂર છે. બિલમાં APMCનું ક્યાય નામ નથી. કૃષિના વિષય પર હું નહીં બોલું. 2010માં મે જે લેટર લખ્યો હતો તેમાં મેં ફક્ત તેમા સુધારાની વાત કરી હતી.
- ખેડૂત સંગઠનોએ દિલ્હી-ગાઝિયાબાદ હાઈવે પર ચક્કાજામ કર્યું. હાઈવેની બંને બાજુના રસ્તાઓ બ્લોક કર્યા.
- કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ખેડૂતોને કોઈ ફરિયાદ નથી. કેટલાક અપરાધિક ષડયંત્રકર્તા છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોને લાંછન લગાવવાની કોશિશ કરે છે.
- આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઉસ અરેસ્ટ કર્યા છે. પાર્ટીએ કહ્યું કે ખેડૂતોને મળીને આવ્યા બાદથી અરવિંદ કેજરીવાલને ઘરની બહાર જવા દેવાયા નથી.
It is a general deployment to avoid any clash between AAP and any other party. CM has not been put under house arrest: Anto Alphonse, DCP North, Delhi https://t.co/pc4WJAxZek
— ANI (@ANI) December 8, 2020
- પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અટકાયત.
- દાહોદમાં ભારત બંધની કોઈ અસર જોવા મળી રહી નથી.
- ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની અટકાયત, જંકશન વિસ્તારમાં વેપારીઓને બંધના સમર્થનની અપીલ કરવા જતા કરાઈ અટકાયત.
- નવસારી જિલ્લામાં બંધની નહિવત અસર, વાંસદના ધારાસભ્ય અનંત પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. બંધ કરાવવા નીકળે તે પહેલા જ અટકાયત.
- પ્રાંતિજમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા બજાર ખોલતા બજાર બંધ કરાવવામાં આવ્યું.
West Bengal: Left parties raise slogans against farm laws & burn effigies in Jadavpur area of Kolkata
"In West Bengal there is complete bandh in support of the peasant's demand. We imagine similar situations prevailing across India as well," says Sujan Chakraborty, CPI(M) leader pic.twitter.com/SvAM3BRPKw
— ANI (@ANI) December 8, 2020
- ભરૂચમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેન્દ્ર સિંહ રાણાની તેમના નિવાસ સ્થાને જ અટકાયત કરાઈ. બોટાદમાં પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને નજરકેદ કરાયા.
- હરિયાણા પોલીસે ભારત બંધને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી બહાર પાડી છે. આંદોલનકારી ગ્રુપ હરિયાણામાં વિભિન્ન સ્થળોએ અને રાજમાર્ગો પર ધરણા પર બેસીને થોડા સમય માટે વિધ્ન નાખી શકે છે. નૂંહ અને નારનૌલને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લા મોટા અને નાના રસ્તા જામ થવાથી પરેશાન થઈ શકે છે. મુખ્ય રાજમાર્ગ દિલ્હી-અંબાલા (NH-44), દિલ્હી-હિસાર (એનએચ-9), દિલ્હી-પલવલ (એનએચ-19), અને દિલ્હી-રેવાડી (એનએચ-48) ઉપર પણ ચક્કાજામ થઈ શકે છે.
West Bengal: Left political parties protest on the railway tracks at Jadabpur Railway Station in Kolkata & stop a train, in support of today's #BharatBandh by farmer unions. pic.twitter.com/7Kn6avKGGM
— ANI (@ANI) December 8, 2020
- પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ ભારત બંધના સમર્થનમાં ટ્રેન રોકી.
- પંજાબ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જહાનાબાદમાં પલામૂ એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી.
- દેશના અનેક રાજ્યોમાં ભારત બંધની મોટી અસર જોવા મળી રહી છે. દિલ્હીની કેટલીક સરહદો એકદમ સીલ છે. કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. બિહારમાં અનેક ઠેકાણે બસો અને ટ્રેનો રોકવામાં આવી છે. છત્તીસગઢના રાયપુરમાં દુકાનો બંધ કરવામાં આવી. પંજાબના મોહાલીમાં ટોલ ગેટ બંધ કરવામાં આવ્યો.
- અમૃતસરમાં બંધના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી.
ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જો કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ પર જોર જબરદસ્તી કે ધક્કા મુક્કી કરવામાં નહીં આવે. ખેડૂત નેતાઓએ અપીલ કરી છે કે ભારત બંધને દરેક જણ પોતાનું સમર્થન આપે.
અત્રે જણાવવાનું કે ભારત બંધ દરમિયાન તમામ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. લગ્ન, એમ્બ્યુલન્સ પર કોઈ રોક નહીં હોય. દૂધ, ફળ, શાકભાજી, અને અન્ય વસ્તુઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.
જરૂરી સેવાઓની આપૂર્તિ પર પડશે અસર!
ભારત બંધમાં કેબ ચાલકો તથા મંડી કારોબારીઓના અનેક સંઘો સામેલ હોવાથી દેશની રાજધાની દિલ્હીમાં વાહનવ્યવહાર સેવા અને ફળો તથા શાકભાજી જેવી જરૂરી વસ્તુઓની આપૂર્તિમાં વિધ્ન પડી શકે છે. કેટલાક ટેક્સી અને કેબ સંઘોએ એક દિવસની હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. વેપારીઓનો એક સમૂહ પણ ખેડૂતોની માગણીઓનું સમર્થન કરી રહ્યો છે. જેના કારણે શાકભાજી તથા ફળ બજારમાં કામમાં વિધ્ન પડી શકે છે.
આઝાદપુર મંડીના અધ્યક્ષ આદિલ અહમદ ખાને કહ્યું કે ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના સમર્થનમાં દિલ્હીની આઝાદપુર મંડી અને શહેરની તમામ મંડીઓ બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે