ભીમ આર્મી ચીફનો હુંકાર, આગામી 10 દિવસમાં દેશભરમાં આવા 5000 વધુ શાહીન બાગ હશે
ભીમ આર્મી (Bhim Army) ચીફ ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad)એ કહ્યું છે કે આગામી 10 દિવસમાં દેશભરમાં 5000 વધુ શાહીન બાગ (Shaheen Bagh) જેવા પ્રદર્શન સ્થળ હશે. અત્રે જણાવવાનું કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA), એનઆરસી(NRC) વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી પ્રદર્શન ચાલુ છે.
Trending Photos
નવી દિલ્હી: ભીમ આર્મી (Bhim Army) ચીફ ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad)એ કહ્યું છે કે આગામી 10 દિવસમાં દેશભરમાં 5000 વધુ શાહીન બાગ (Shaheen Bagh) જેવા પ્રદર્શન સ્થળ હશે. અત્રે જણાવવાનું કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA), એનઆરસી(NRC) વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી પ્રદર્શન ચાલુ છે.
બુધવારે સાંજે શાહીનબાગ પહોંચેલા આઝાદે કહ્યું કે સીએએ એક કાળો કાયદો છે જે ધાર્મિક આધારે લોકોમાં ભેદભાવ કરે છે. આઝાદે કહ્યું કે હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જે લોકો આ પ્રદર્શનમાં સામેલ થયા છે. આ કોઈ રાજકીય પ્રદર્શન નથી. આપણે આપણા બંધારણ અને એક્તાની રક્ષા કરવી પડશે.
ધરણા પર બેઠેલી મહિલાઓને આઝાદે કહ્યું કે દિલ્હીની રેકોર્ડતોર્ડ ઠંડી પણ આ મહિલાઓનું મનોબળ તોડી શકી નથી. પોતાના હાથમાં બંધારણ લેતા આઝાદે કહ્યું કે હું તમને વચન આપું છું કે આગામી કેટલાક દિવસોમાં દેશભરમાં 5000 શાહીન બાગ થશે.
જુઓ LIVE TV
નોંધનીય છે કે શાહીન બાગમાં આ પ્રદર્શન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ વખતે જ્યારે દિલ્હી એનસીઆરમાં ઠંડીએ અનેક રેકોર્ડ તોડ્યા છે તો આવી પરિસ્થિતિમાં લોકો રાતભર ત્યાં રહે તે અનેક રીતે મહત્વનું બની રહે છે. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ છે. આ મહિલાઓ તે દિવસથી રસ્તાઓ પર છે જ્યારથી આ પ્રદર્શન શરૂ થયું છે.
લગભગ 100 મીટર વિસ્તારમાં લાગેલા આ અસ્થાયી ટેન્ટમાં મહિલાઓએ મોરચો સંભાળેલો છે. પ્રદર્શનના કારણે દિલ્હી અને નોઈડાને જોડતી લગભગ 2.5 કિમી લાંબી સડક નંબર 13એ 15 ડિસેમ્બરથી બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે