Punjab government Big decision: પંજાબ સરકારનો મોટો ફેંસલો, શહીદોના પરિવારને મળશે 1 કરોડ

કોઇપણ પણ રમખાણ હોય કે કોઇપણ પ્રકારની કુદરતી આફત આવે પોલીસના જવાન દરેક જગ્યાએ સૌથી પહેલાં ઉભેલા જોવા મળે છે. હવે આ પોલીસકર્મીઓને લઇને પંજાબની આપ સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે પંજાબ પોલીસમાં ડ્યૂટી પર શહીદ થનાર જવાનોના પરિવારને એક કરોડની રાહત રાશિ મળશે. 

Punjab government Big decision: પંજાબ સરકારનો મોટો ફેંસલો, શહીદોના પરિવારને મળશે 1 કરોડ

Punjab government Big decision on families of martyrs: કોઇપણ પણ રમખાણ હોય કે કોઇપણ પ્રકારની કુદરતી આફત આવે પોલીસના જવાન દરેક જગ્યાએ સૌથી પહેલાં ઉભેલા જોવા મળે છે. હવે આ પોલીસકર્મીઓને લઇને પંજાબની આપ સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે પંજાબ પોલીસમાં ડ્યૂટી પર શહીદ થનાર જવાનોના પરિવારને એક કરોડની રાહત રાશિ મળશે. 

અરવિંદ કેજરીવાલે પુરો કર્યો વાયદો
જોકે પઠાણકોટમાં ત્રિરંગા યાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકોને વાયદો કર્યો હતો. જેથી હવે સરકાર બન્યા બાદ તેમણે વાયદો પુરો કરી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે ડ્યૂટી પર શહીદ થનાર જવાનોના પરિવારોને હવે રાહત રાશિના રૂપમાં 25-50 લાખ નહી પરંતુ પુરા 1 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. 

પોલીસ વેલફેર ફંડ પણ વધ્યું
પંજાબ પોલીસના ડિજિટલ પ્લેટફોર્મ પરથી સીએમ ભગવંત માને પોલીસકર્મીને કર્યું સંબોધન કરતાં આ વાત કહી. આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી કે પોલીસ વેલફેર ફંડ પણ 10 કરોડથી વધારીને 15 કરોડ કરવામાં આવ્યું છે. 

પોલીસના કામમાં દરમિયાનગિરી નહી
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ પોલીસકર્મીઓને આ વાત માટે પણ આશ્વસ્ત કર્યા છે કે સરકાર દ્વારા પોલીસના કામમાં દરમિયાનગિરી કરવામાં નહી આવે.

તમને જણાવી દઇએ કે પંજાબ પોલીસે આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ વિરૂદ્ધ FIR નોંધી છે. કુમાર વિશ્વાસ પર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપવાનો આરોપ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news