Bihar Election: જેડીયૂ-ભાજપમાં થઈ સીટોની સમજૂતી, મંગળવારે થઈ શકે છે જાહેરાત


આ વખતે ભાજપ અને જેડીયૂ સમાન સીટો પર ચૂંટણી લડશે. તો એલજેપી બિહાર એનડીએમાંથી બહાર થયા બાદ વીઆઈપી પાર્ટી એનડીએમાં સામેલ થઈ ગઈ છે. 

 Bihar Election: જેડીયૂ-ભાજપમાં થઈ સીટોની સમજૂતી, મંગળવારે થઈ શકે છે જાહેરાત

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Assembly Election 2020) પહેલા એનડીએ (NDA)માં લાંબી મડાગાંઠ બાદ સીટોની વહેંચણી પર સહમતિ થઈ ગઈ છે. તેની ઔપચારિક જાહેરાત મંગળવારે થઈ શકે છે. આ વખતે ભાજપ (BJP) અને જેડીયૂ (JDU) સમાન સીટો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાન (Chirag Paswan)ના બિહાર એનડીએમાંથી બહાર નિકળ્યા બાદ એનડીએમાં એક નાના પ્રાદેશિક પક્ષ મુકેશ સાહની  (Mukesh Sahani)ની આગેવાની વાળા વીઆઈપી (VIP)ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. 

સૂત્રો અનુસાર નક્કી સહમતિ અનુસાર રાજ્યની 243 સીટોમાં જેડીયૂની પાસે 122 સીટો રહેશે, જ્યારે ભાજપને 121 સીટો મળશે. તેમાં જેડીયૂ પોતાના કોટામાંથી જીતન રામ માંઝીની પાર્ટીને સીટ આપશે તો ભાજપ પોતાના કોટામાંથી મુકેશ સાહનીની પાર્ટીને સીટ આપશે. મુકેશ સાહની વધુ સીટોની માગ કરતા ત્રણ દિવસ પહેલા યૂપીએ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા. તેઓ મહાગઠબંધનની પત્રકાર પરિષદ વચ્ચે છોડીને નિકળી ગયા હતા. 

15 ઓક્ટોબરથી ખુલી રહી છે શાળા-કોલેજ, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન  

મહાગઠબંધનમાં થઈ ચુકી છે સીટોની વહેંચણી
રાજ્યમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થવાની છે. 28 ઓક્ટોબરે 71 વિધાનસભા સીટો પર પ્રથમ તબક્કાની ચૂંટણી થશે. બાકી બે તબક્કા 3 નવેમ્બર અને સાત નવેમ્બરે છે. મત ગણતરી 10 નવેમ્બરે થવાની છે. મહાગઠબંધનની અંદર સીટની સમજૂતી થઈ ગઈ છે. તે હેઠળ આરજેડી 144 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસના ખાતામાં 74 સીટ તો લેફ્ટને 29 સીટો મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news