શપથ લીધા પછી સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે પહેલું નિવેદન આપ્યું, કહ્યું કે...
મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે.
Trending Photos
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.
શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રની સરકારે સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથીદાર શિવસેનાએ એ જનાદેશ નકારીને અન્ય રીતે ગઠબંધનનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર છે. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર દેવાનો નિર્ણય કરવા બદલ અજિત પવારને ધન્યવાદ.
Maharashtra Chief Minister, Devendra Fadnavis: I would like to express my gratitude to NCP's Ajit Pawar ji, he took this decision to give a stable government to Maharashtra & come together with BJP. Some other leaders also came with us and we staked claim to form government. pic.twitter.com/eq1v9syg8z
— ANI (@ANI) November 23, 2019
અજિત પવારે નિવેદન આપતા કહ્યું છે કે પરિણામના દિવસથી અત્યાર સુધી કોઈપણ સરકાર બનાવવા સક્ષમ નહોતું. મહારાષ્ટ્ર ખેડૂતોના પ્રશ્ન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એટલે અમે એક સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે.
Ajit Pawar after taking oath as Deputy CM: From result day to this day no party was able to form Govt, Maharashtra was facing many problems including farmer issues, so we decided to form a stable Govt pic.twitter.com/GucfUVBCnm
— ANI (@ANI) November 23, 2019
આ રાજકીય માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને ફરીવાર મહારાષ્ટ્રના સીએમ બનવા બદલ શુભેચ્છા આપી છે. પીએમએ કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે મળીને કામ કરશે.
Congratulations to @Dev_Fadnavis Ji and @AjitPawarSpeaks Ji on taking oath as the CM and Deputy CM of Maharashtra respectively. I am confident they will work diligently for the bright future of Maharashtra.
— Narendra Modi (@narendramodi) November 23, 2019
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠળ આ ગઈ કાલે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવા લાગ્યો અને આજે એનું પરિણામ જોવા મળ્યું છે.
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે