VIDEO: ભાજપ નેતાએ મંદસૌર રેપ આરોપીને ઝીંકી દીધો લાફો

ભાજપ નેતા વિજય દુબેલાએ મંદસૌર રેપકેસનાં બે આરોપીઓમાંથી એક આરોપીને લાફો ઝીંકી દીધો હતો

VIDEO: ભાજપ નેતાએ મંદસૌર રેપ આરોપીને ઝીંકી દીધો લાફો

નવી દિલ્હી : ભાજપ નેતા વિજય દુબેલાએ મંદસૌર રેપ કેસમાં બે આરોપીઓમાંથી એક આરોપીને લાફો ઝીંકી દીધો હતો. દુબેલાએ રેપના આરોપને તે સમયે થપ્પડ ઝીંકી દીધી જ્યારે તેને કોર્ટની સામે રજુ કરવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. આ રેપકાંડના બંન્ને આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. દુબેલાએ જ્યારે રેપ આોપીઓને લાફા ઝીંક્યા તો ત્યારે કોઇએ તેનો વીડિયો બનાવ્યો હતો. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને કમેન્ટમાં લોકો દુબેલાના આ પગલાને વખાણી રહ્યા છે. જો કે કેટલાક અતિવાદી લોકો કહી રહ્યા છે કે દુબેલાને માર મારવો જોઇતો હતો. 

પોલીસે બેકાબુ થયેલી પરિસ્થિતીને સંભાળી
દુબેલાએ જેવી રીતે રેપ આરોપીઓને લાફો ઝીંક્યો ત્યાં અફડા તફડી થઇ ગઇ હતી. અન્ય કેટલાક લોકો દુબેલાને માર મારવા માટે આગળ આવ્યા, જો કે પોલીસે પરિસ્થિતી પર તુરંત જ કાબુ મેળવી લીધો હતો. લોકોને રેપ આરોપના મુદ્દે ખુબ જ ગુસ્સો હતો, અને તેઓ તેને તત્કાલ ફાંસી દેવાની માગ કરી રહ્યા હતા. 

— ANI (@ANI) August 21, 2018

આ મુદ્દે સુનવણી કરતા ફાસ્ટ ટ્રેક કોર્ટે આોપીઓને દોષીત ગણાવ્યા છે અને મોતની સજા ફટકારી છે. આ અત્યંત ક્રૂર રેપ કાંડમાં ઇરફાન અને આસિફનું નામે બે લોકોએ એખ નાનકડી બાળકીનું શાળાથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news