Assam: આ દિગ્ગજ નેતા બનશે અસમના આગામી મુખ્યમંત્રી, BJP ના વિધાયક દળના નેતા તરીકે થઈ પસંદગી
શનિવારે અસમના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર થયેલી હાઈ લેવલની બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, હિમંતા બેસ્વા સરમા હાજર રહ્યા હતા.
Trending Photos
ગુવાહાટી: અસમના મુખ્યમંત્રી પદ માટે નામ નક્કી થઈ ગયું છે. હવે હિમંતા બિસ્વા સરમા રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. તેમને ભાજપના વિધાયક દળના નેતા તરીકે પણ પસંદ કરી લેવાયા છે. આ અગાઉ સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ બાજુ આગામી મુખ્યમંત્રી પદ માટે થયેલી ચૂંટણી માટે ઈબીજેપીના વિધાયક દળની બેઠકમાં ભાજપના નેતા બીએલ સંતોષ,. બૈજયંત જયપાંડા, અને અજય જમ્વાલ હાજર રહ્યા હતા. આ અગાઉ નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી.
બેઠકમાં હાજર રહ્યા હતાં પર્યવેક્ષક
વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પાર્ટી મહાસચિવ અરુણ સિંહ કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. આ અગાઉ બેઠકમાં ઈન્તેજામ જોા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રંજીતકુમાર દાસે શનિવારે સાંજે વિધાનસભાની મુલાકાત લીધી હતી.
દિલ્હીમાં ચાલ્યો હતો બેઠકોનો દોર
આ અગાઉ શનિવારે અસમના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર થયેલી હાઈ લેવલની બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, હિમંતા બેસ્વા સરમા હાજર રહ્યા હતા. અત્રે જણાવવાનું કે અસમના આગામી મુખ્યમંત્રીને લઈને સર્બાનંદ સોનોવાલ અને હિમંતા બિસ્વા સરમાના નામની ખુબ ચર્ચા હતી. આમ તો પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સોનોવાલને સીએમ ઉમેદવાર બનાવ્યા ન હતા પરંતુ ભાજપના નેતાઓએ કહ્યું હતું કે પાર્ટી તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે