રાજસ્થાનમાં ભાજપે અપનાવ્યું હિંદુત્વ કાર્ડ, CM રાજેના અંગત મંત્રીને ન આપી ટિકીટ

સીએમ રાજેના અંગત યૂનુસ ખાનને ટિકીટ ન મળવાને લઇને રાજસ્થાનના રાજકીય વર્તુળમાં હલચલ મચાવી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે સીએમ રાજે પોતે ખાનને ટિકીટ અપાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. પરંતુ તેમની ટિકીટને લઇને સંશય છે. 

રાજસ્થાનમાં ભાજપે અપનાવ્યું હિંદુત્વ કાર્ડ, CM રાજેના અંગત મંત્રીને ન આપી ટિકીટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રવિવારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં પાર્ટીએ 131 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ નામો પર નજર કરીએ તો આ વખતે ભાજપે રાજસ્થાન ચૂંટણી માટે હિંદુત્વ કાર્ડ રમ્યું છે. કારણ કે 131 ઉમેદવારોની પહેલી યાદીમાં એકપણ નામ મુસ્લિમ નથી. ભાજપે રાજ્યની મુખ્યમંત્રી વસુંધરા રાજેના સૌથી અંગત મંત્રી યૂનુસ ખાનને પણ ટિકીટ આપી નથી.

સીએમ રાજેના અંગત યૂનુસ ખાનને ટિકીટ ન મળવાને લઇને રાજસ્થાનના રાજકીય વર્તુળમાં હલચલ મચાવી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે સીએમ રાજે પોતે ખાનને ટિકીટ અપાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. પરંતુ તેમની ટિકીટને લઇને સંશય છે. 

તો બીજી તરફ ભાજપે નાગોરથી સતત બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા હબીબુર્રહમાનને પણ ટિકીટ આપી નથી. તેમની જગ્યાએ મોહન રામ ચૌધરીને ટિકીટ આપી છે. તમને જણાવી દઇએ કે 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ચાર સીટો પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. 

તમને જણાવી દઇએ કે ભાજપે રવિવારે મોટી રાત્રે 131 ઉમેદવારોના નામોની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપ હાઇકમાન્ડ અને રાજ્ય એકમ વચ્ચે સહમતિ બની ન શકતાં આ યાદી લાંબા સમયથી અટકેલી હતી. પહેલાં કહેવામાં આવતું હતું કે ભાજપ રાજસ્થાનમાં પોતાના ઘણા ધારાસભ્યોની ટિકીટ કાપશે, પરંતુ પહેલી યાદીને જોઇને એવું જ લાગી રહ્યું છે. ભાજપે 131 ઉમેદવારોમાંથી 85 હાલના ઉમેદવારોને ટિકીટ આપી છે.


મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાની પરંપરાગત સીટ ઝાલરાપટનથી ચૂંટણી લડશે. ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી ગુલાબચંદ કટારિયાને પણ ટિકીટ આપવામાં આવી છે. કિરોડી મીડાની પત્ની ગોલમા મીડાને ટિકીટ આપવામાં આવી છે. બાડમેરથી કર્નન સોનારામને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ વિસ્તાર પૂર્વ કેંદ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જસવંત સિંહનો ગણવામાં આવે છે. તેમના પુત્ર માનવેંદ્વ હવે ભાજપનો સાથે છોડીને કોંગ્રેસનો હાથ પકડી ચૂક્યા છે. 

કેંદ્રીય મંત્રી જેપી નડ્ડાનું કહેવું છે કે આ યાદીમાં 12 મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે. તો બીજી તરફ યુવાનોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 32 યુવા ચહેરાને તક આપવામાં આવી છે. 17 ઉમેદવારો અને 19 એસટી ઉમેદવાર છે. પાર્ટીએ 85 હાલના ધારાસભ્યોને ટિકીટ આપી છે. 25 નવા ચહેરાને તક આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news