યુક્રેનમાં માર્યા ગયેલા નવીનના પિતાએ પુત્રનો મૃતદેહ જોઈ લીધો એવો નિર્ણય, લોકો થઈ ગયા ભાવુક
રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ રવિવારે મોડી રાતે બેંગલુરુ પહોંચ્યો. નવીન રશિયા દ્વારા થઈ રહેલા બોમ્બમારાનો ભોગ બન્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ ભારત લાવવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાલમાં થયેલી બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે નવીનના મૃતદેહને લાવવાની દરેક શક્ય કોશિશ કરવામાં આવે.
Trending Photos
બેંગલુરુ: રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ રવિવારે મોડી રાતે બેંગલુરુ પહોંચ્યો. નવીન રશિયા દ્વારા થઈ રહેલા બોમ્બમારાનો ભોગ બન્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ ભારત લાવવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાલમાં થયેલી બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે નવીનના મૃતદેહને લાવવાની દરેક શક્ય કોશિશ કરવામાં આવે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈએ નવીનને શ્રદ્ધાંજલિ આપતા પીડિત પરિવાર પ્રત્યે પોતાના સંવેદના વ્યક્ત કરી. દુ:ખની આ ઘડીમાં નવીનના પિતાએ તેમનો આભાર વ્યક્ત કરતા એક મોટી જાહેરાત પણ કરી.
પુત્રના પાર્થિક શરીરને દાન કર્યું
પુત્રને ગુમાવવાનું દુ:ખ પોતાના હ્રદયમાં દફન કરતા પિતાએ કહ્યું કે તેઓ અનુષ્ઠાન બાદ એક ખાનગી હોસ્પિટલ કોલેજને તેનું શરીર દાન કરશે. અત્રે જણાવવાનું નવીનનું 1 માર્ચના રોજ ખારકીવ શહેરમાં રશિયન સેનાના બોમ્બમારામાં અવસાન થયું હતું. નવીનના નાના ભાઈ હર્ષ શેખરપ્પાએ પાર્થિવ દેહને કર્ણાટક લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. એરપોર્ટ પર હાજર તેમના સંબંધીઓ અને ગ્રામીણોએ મુખ્યમંત્રી બોમ્બઈનો આભાર માન્યો.
મેડિકલનો અભ્યાસ કરતો હતો નવિન
અત્રે જણાવવાનું કે 21 વર્ષના નવીનનું ઘર કર્ણાટકમાં હાવેરી જિલ્લામાં છે. નવીન ખારકીવમાં મેડિકલનો અભ્યાસ કરતો હતો. તેના મિત્રએ જણાવ્યું હતું કે તે સવારે ભોજન અને જરૂરી સામાન લેવા માટે બંકરમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે જ હુમલો થતા તેનો જીવ ગયો.
જરૂરી સામાન લેવા માટે જવું પડ્યું હતું બહાર
નવીનના મિત્ર શ્રીકાંતના જણાવ્યાં મુજબ તે અને નવીન ક્લાસમેટ હતા. તે ખારકીવમાં થોડા દિવસથી બંકરમાં રહેતા હતા. નવીન 1 માર્ચના રોજ સવારે થોડો સામાન લેવા માટે બંકરમાંથી બહાર ગયો હતો. ખારકીવમાં સાંજે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. નવીન સવારે 6 વાગ્યા બાદ જરૂરી સામાન લેવા ગયો હતો. તે સમયે બાકીના વિદ્યાર્થીઓ સૂતા હતા. ત્યારે તે રશિયન સેના દ્વારા કરાયેલા હુમલાની ઝપેટમાં આવી ગયો.
यूक्रेन में रूसी हमले का शिकार बने भारतीय छात्र नवीन शेखरप्पा का शव भारत लाया गया..नवीन यूक्रेन में मेडिकल की पढ़ाई कर रहे थे और भारत वापसी से पहले ही एक हमले में उनकी मौत हो गई.#RussiaUkraineConflict #NaveenShekharappa
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/tfzCeQdWjX
— Zee News (@ZeeNews) March 21, 2022
પીએમ મોદીએ કરી હતી ઉચ્ચ સ્તરીય બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 7 દિવસ પહેલા રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં પીએમ મોદીએ નવીનના મૃતદેહને ભારત લાવવાની દરેક શક્ય કોશિશ કરવાના આદેશ આપ્યા હતા. અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં મોટા પાયે ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જેમની સુરક્ષિત વાપસી માટે સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું હતું.
કીવ મેડિકલ કોલેજમાં હતું બોડી
કર્ણાટકના વિદ્યાર્થીઓને યુક્રેનથી બહાર કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નોડલ અધિકારી મનોજ રાજને કહ્યું કે 572 કર્ણાટક વિદ્યાર્થીઓને યુક્રેનથી પાછા લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓને માનવીય આધાર પર ભલામણ કર્યા બાદ મૃતદેહને કીવ મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યો હતો. મૃતદેહ દુબઈના રસ્તે બેંગલુરુ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યો. સરકારે હાવેરી જિલ્લામાં તેમના પૈતૃક ગામ મૃતદેહ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી. એરોપ્રટ પર હાજર કોંગ્રેસના એમએલસી સલીમ અહેમદે કહ્યું કે તેઓ પાર્ટી તરફથી નવીનને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે.
શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારની માગણી
તેમણે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારની માગણી કરી અને કહ્યું કે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેશમાંથી બહાર જવા માટે મજબૂર છે. નવીનને અહીં એમબીબીએસની સીટ 96 ટકા અંક મેળવવા છતાં મળી નહતી. તેમણે કહ્યું કે નીટમાં અનેક ખામીઓ છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો રહે છે. રાજ્યના વિદ્યાર્થીઓએ અન્યાય સહન કરવો જોઈએ નહીં. તેમને અભ્યાસની તક મળવી જોઈએ. સરકારે આ મુદ્દાને પ્રાથમિકતા આપવી જોઈએ અને ઉકેલ લાવવો જોઈએ. નવીનના મૃતદેહને પરિવારને સોંપતા પહેલા મુખ્યમંત્રી બોમ્બઈ, સ્વાસ્થ્ય મંત્રી કે.સુધાકર અને સાંસદ શિવકુમાર ઉદાસીએ નવીનને પુષ્પાંજલિ અર્પણ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે