બુરાડી કાંડ: ભાટિયા પરિવારનો સંબંધ હતો તે મહિલા તાંત્રિક ઝડપાઇ
ક્રાઇમ બ્રાંચ દ્વારા મહિલા તાંત્રિકની અટકાયત કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે, આત્મહત્યા પાછળ તેનો હાથ છે કે નહી તે જાણવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી : સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર બુરાડીકાંડમાં ક્રાઇમબ્રાંચને મહત્વની સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમબ્રાંચ પરિવાર સાથે જોડાયેલ તાંત્રીક સુધી પહોંચવામાં સફળ રહી છે. આ તાંત્રિક એક મહિલા છે અને ભાટિયા પરિવારનું મકાન બનાવનાર કોન્ટ્રાક્ટરની બહેન છે. ઉલ્લેખનીય છે કે, આ સામૂહિક આત્મહત્યાનાં મુખ્ય કાવત્રાખોર પરિવારનાં નાના પુત્ર લલિતનાં મોત પહેલા પોતાનાં કોન્ટ્રાક્ટરને જ ફોન કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ભાટિયા પરિવાર સાથે આ ગીતા માં નામની મહિલા તાંત્રિકના સંબંધો રહ્યા છે. આ મહિલા તાંત્રિકનો દાવો છે કે તે ભૂત-પ્રેત ભગાવે છે. પોલીસ હવે આ મહિલા તાંત્રિકની પુછપરછ કરી રહી છે. પોલીસ હવે મહિલા તાંત્રિક પાસેથી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે ભાટિયા પરિવારની આત્મહત્યાની યોજના અંગે કોઇ માહિતી હતી કે કેમ, શું ક્યારે પણ લલિત અથવા પરિવારનાં કોઇ સભ્યએ આ પ્રકારનો કોઇ સંકેત આપ્યો હતો. પોલીસ તે પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગીતાનો તંત્ર વિદ્યામાં કેટલો દખલ હતો.
11 મૃત્યુ અને 9 સ્ટુલ
ક્રાઇમબ્રાંચની ટીમે ભાટિયા પરિવારનાં ઘરેથી 9 સ્ટુલ ઝડપ્યા છે. તેમાં 8 મોટા સ્ટૂલ છે અને 1 નાનુ સ્ટુલ છે. તે ઉપરાંત ગાળીયો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ તાર પણ ક્રાઇમબ્રાંચે જપ્ત કર્યો છે. પોલીસના અનુસાર 5 સ્ટુલનો ઉપયોગ 9 લોકોએ સામૂહિક આત્મહત્યા માટે કર્યો હતો, જ્યારે એક સ્ટૂલનો ઉપયોગ પ્રતિભાએ કરવાનો હતો.
સીસીટીવી ફૂટેજ અનુસાર 30 જુને આશરે 10 વાગ્યે પહેલીવાર આત્મહત્યા માટે સ્ટુલ લાવવામાં આવ્યું હતું. પોલીસના અનુસાર સીસીટીવી વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બે મહિલાઓમાંથી એક સામુહિક આત્મહત્યા પાછળની માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવાઇ રહ્યું છે. જે લલિત ભાટિયાની પત્ની નીતુ છે. બંન્ને મહિલાઓનાં હાથમાં 6 સ્ટુલ હતા જેનો ઉપયોગ ત્યાર બાદથી આત્મહત્યા માટે કરવામાં આવ્યો હતો.
સમગ્ર પરિવાર મોતનું રિહર્સલ કરતો હતો.
અત્યાર સુધીની તપાસમાં આ સમગ્ર મુદ્દો ધાર્મિક અંધવિશ્વાસનો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર અનુષ્ઠાન પાછળ પરિવારનાં નાના પુત્ર લલિતનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસને ઘરેથી લલિતની લખેલી ડાયરી અને રજિસ્ટર મળ્યા છે જેમાં મૃત્યુ પાછળનાં મહત્વના રહસ્યો છુપાયેલા છે.
લલિતની ડાયરીમાંથી ખુલાસો થયો છે કે, જેના અનુસાર તેઓ મોતનું રિહર્સલ પણ કરતા હતા. મૃતક ભાટિયા પરિવારે 30 જૂનની રાતથી 6 દિવસ પહેલા સુધી ફંદા પર લટકવાનો અભ્યાસ કર્યો હતો. લલિત દ્વારા 30 લખાયેલી ડાયરી દ્વારા તે વાતનો ખુલાસો થયો છે કે પરિવારના મોતના ફંદા પર લટકતા પહેલા 6 દિવસો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે