Sushant Case: 8 થી 12 જૂન સુધી સુશાંતની સાથે હતી બહેન મીતૂ, હવે CBI કરશે પૂછપરછ
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક મોટા અપડેટ આવી રહ્યાં છે. સીબીઆઈએ સુશાંતની બહેન મીતૂ સિંહને સમન પાઠવ્યું છે. સીબીઆઈ તેમનું નિવેદન લેશે. આવતી કાલે સવારે 11 વાગે DRDO ગેસ્ટ હાઉસમાં તેમનું નિવેદન નોંધવામાં આવશે. સુશાંતના જીજાજી ઓ પી સિંહનું નિવેદન પણ લેવામાં આવશે. સુશાંતની બીજી બહેન નીતૂ સિંહને પણ સમન પાઠવવામાં આવી શકે છે.
સીબીઆઈએ ડ્રગ્સ એંગલની પણ તપાસ શરૂ કરી
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. CBIની એક ટીમ આજે NCBના અધિકારીઓને મળી શકે છે. CBIના અધિકારી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કનેક્શન અંગે પૂછપરછ કરી રહ્યાં છે. હકીકતમાં CBIને શક છે કે રિયા સાથે જ આ કેસમાં બોલિવૂડની અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ છે જેમની સાથે રિયા ચક્રવર્તી પોતાના ભાઈ અને મિત્રો સાથે પાર્ટી કર્યા કરતી હતી. આ વાત સિદ્ધાર્થ પિઠાનીના CBIને આપેલા નિવેદનમાં સામે આવી છે. આ નિવેદન મુજબ રિયા ચક્રવર્તી છાશવારે આ પ્રકારના ડ્રગ્સ માટે ડાયરેસ્ટ કોન્ટેક્ટ કરવાથી બચતી હતી. આ માટે તે નીરજ, દીપેશ, સેમ્યુઅલ મીરાન્ડા અને કેશવનો ઉપયોગ કરતી હતી. સોમવારે આ કડીમાં ગૌરવ આર્ય સાથે ઈડી પૂછપરછ કરવાની છે.
રિયાની ધરપકડની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર
સીબીઆઈએ રિયાની ધરપકડની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી છે. સુશાંત કેસમાં CBI રિયા ચક્રવર્તીને આજે ત્રીજા દિવસે પણ પૂછપરછ કરી રહી છે. સીબીઆઈ દરેક તે જવાબ શોધવાની કોશિશ કરી રહી છે જેના શક તરફ ઈશારો મળી રહ્યો છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તીને એવા સવાલો પૂછવાની પણ તૈયારી કરી રાખી હતી જે સવાલોના જવાબ માટે રિયા તૈયાર નહતી.
આ જ કારણે રિયા અનેકવાર ફસાતી અને બૂમો પાડતી જોવા મળી. રિયા ચક્રવર્તીએ 120 મિનિટના ફરમાઈશી ઈન્ટરવ્યુ જ્યારે આપ્યો તો એકવાર પણ બૂમ ન પાડી પરંતુ પ્રેમનો ખોટેખોટો દાવો કર્યો. પણ જ્યારે પ્રેમની જવાબદારી નિભાવવાની વાત આવી તો બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. સીબીઆઈએ જ્યારે તેને પૂછ્યું કે તુ સુશાંત સાથે લિવ ઈન રિલેશનશીપમાં હતીં. એક પત્નીની જેમ તો તુ તેની માનસિક હાલાત બરાબર સારી રીતે સમજતી હોઈશ. તો પછી તે તારી કોઈ જવાબદારી કેમ ન નિભાવી. અમે તને સુશાંતને આત્મહત્યા માટે ઉક્સાવવાના આરોપમાં ધરપકડ કેમ ન કરીએ?
જેવી ધરપકડની વાત આવી તો રિયા ચક્રવર્તી બૂમો પાડવા લાગી હતી. સીબીઆઈ દિલ્હીથી મુંબઈ તપાસ માટે આવી છે. તો પછી આમ તો થવાનું જ હતું. પૂછપરછમાં લગભગ એક ડઝનથી વધુ સવાલ કરાયા. અને તે દરેક રહસ્યનો પર્દાફાશ કરવાની કોશિશ કરાઈ જેનાથી આખો દેશ બેચેન છે. છેલ્લા 2 દિવસમાં રિયા ચક્રવર્તીની 17 કલાકથી વધુ પૂછપરછ થઈ ચૂકી છે. જે પ્રકારે સીબીઆઈના સવાલોથી રિયા ગભરાઈ છે અને બૂમાબૂમ કરે છે તેનાથી સ્પષ્ટ છે કે ગમે ત્યારે રિયાની ધરપકડ થઈ શકે છે. રિયાની ધરપકડની માગણી સુશાંતનો પરિવાર ક્યારનો કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે