નોંધી લો ! કોરોનાના લક્ષણ અંગે CDC નો ચોંકાવનારો ઘટસ્ફોટ, ભારતમાં કોરોનાના નવા 6 લક્ષણ મળ્યાં
Trending Photos
નવી દિલ્હી : અત્યાર સુધી તમે માત્ર કોરોના વાયરસના સંક્રમણના ત્રણ લક્ષણ જ જોયા હશે પરંતુ હવે 6 નવા લક્ષણોને યાદ કરવા માટે તૈયાર થઇ જાઓ. જી હાં સેન્ટર્સ ફોર્સ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને આ નવા લક્ષણોની યાદી પણ બહાર પાડી છે. હવે કોરના વાયરસના ત્રણ મુખ્ય લક્ષણ તાવ, ખાંસી અને શ્વાસ લેવામા તકલીફ હતા. જો કે સીડીસીએ તેમાં કેટલાક નવા લક્ષણો ઉમેર્યા છે આ સાથે લક્ષણોની સંખ્યા 9 થઇ ચુકી છે. તેથી જો આવા કોઇ પણ લક્ષણ તમને વર્તાય તો તુરંત જ નજીકનાં કોરોના સેન્ટરની મુલાકાત લઇને તમારો કોરોના ટેસ્ટ કરી લેવો જોઇએ.
નવા લક્ષણ
- ઠંડી લાગવી
- ધ્રુજવાની સાથે વારંવાર ઝબકી જવું
- માથાનો દુખાવો
- ગળામાં દુખાવો
- માંસપેશીઓમાં દુખાવો
- સ્વાદ અથવા ગંધ ન આવવી
એટલે કે કોરોના વાયરસનાં આ મહામારી જંગલમાં આગની જેમ ફેલાઇ રહી છે તેને હવે પોતાનાં લક્ષણો પણ બદલ્યા છે અથવા તો તેમાં વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં 30 લાક લોકો ચેપગ્રસ્ત છે. જ્યારે 2 લાખ લોકોનાં મોત થઇ ચુક્યા છે. જોન હોપકિંસ યુનિવર્સિટીએ તો ત્યાં સુધી કીધું કે, પરીક્ષણ કિટો ઓછી, અપ્રતિબંધિત મુદ્દે નવી અને સરકારી ટેલીની સ્ટીક નહી હોવાનાં કારણે કોરોના વાયરસ મુદ્દે વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં 54 હજારથી વધારે લોકોનાં મોત અને 936293 લોકો ચેપ લાગ્યો હોવાની પૃષ્ટી સાથે મહામારી મુદ્દે સૌથી વધારે પ્રભાવિ દેશ રહ્યો. જો આપણે મહાદ્વીપોને જોઇે તો કોરોનાવાયરસે સૌથી વધારે યુરોપને 122171 મોત પ્રભાવિત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે