પતંજલિને મોટો ઝટકો, મદ્રાસ હાઈકોર્ટે કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ


કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે, હાલ આ ટ્રેડમાર્ક પર 2027 સુધી અમારો અધિકાર કાયદેસર છે. કંપનીએ આ ટ્રેડમાર્કને વૈશ્વિક સ્તરનો ગણાવ્યો છે. કંપનીએ તે પણ કહ્યું છે કે, તેની ગ્રાહક ભેલ અને ઈન્ડિયન ઓયલ જેવી કંપનીઓ છે.
 

પતંજલિને મોટો ઝટકો, મદ્રાસ હાઈકોર્ટે કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ

ચેન્નઈઃ યોગ ગુરૂ સ્વામી રામદેવ સાથે જોડાયેલી કંપની પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પતંજલિની દવા કોરોનિલના ટ્રેડમાર્ક પર પ્રતિબંધ લગાવી દીધો છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ કોવિડની દવા છે. તેને થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. 

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સી વી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડની અરજી પર 30 જુલાઈ સુધી આ વચગાળાનો આદેશ જારી કર્યો છે. અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડનું કહેવું છે કે કોરોનિલ 1993થી તેનો ટ્રેડમાર્ક છે. જેથી તેનું નામ કોઈ કંપની ન રાખી શકે. અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડ કેમિકલ્સ અને સેનેટાઇઝર બનાવે છે, જેનો ઉપયોગ હેવી મશીનરી અને કન્ટેઈનમેન્ટ યૂનિટમાં કરવામાં આવે છે. કંપની અનુસાર તેણે 1993માં કોરોનિલ-213 એસપીએલ અને કોરોનિલ-92બીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કંપનીનો દાવો છે કે સતત આ ટ્રેડમાર્કને રિન્યૂ કરતી રહી છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા અમરનાથ, બાબા બર્ફાનીના દર્શન કરી લીધા આશીર્વાદ 

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે, હાલ આ ટ્રેડમાર્ક પર 2027 સુધી અમારો અધિકાર કાયદેસર છે. કંપનીએ આ ટ્રેડમાર્કને વૈશ્વિક સ્તરનો ગણાવ્યો છે. કંપનીએ તે પણ કહ્યું છે કે, તેની ગ્રાહક ભેલ અને ઈન્ડિયન ઓયલ જેવી કંપનીઓ છે. પોતાના દાવાને સાબિત કરવા માટે અરજીકર્તાએ કોર્ટમાં પાંચ વર્ષનું બિલ પણ રજૂ કર્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, કંપનીએ કોર્ટમાં કહ્યું કે, પતંજલિ તરફથી વેંચવામાં આવતી દવાનો માર્ક તેની કંપની જેવો છે. વેચવામાં આવતી વસ્તુ ભલે અલગ હોય પરંતુ ટ્રેડમાર્ એક જેવો છે. 

મહત્વનું છે કે પતંજલિ તરફથી કોરોનિલ રજૂ કર્યા બાદ આયુષ મંત્રાલયે એક જુલાઈએ કહ્યું હતું કે, કંપની ઈમ્યૂનિટી બુસ્ટરના રૂપમાં આ દવાને વેચી શકે છે, કોવિડ-19ની સારવાર માટે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news