Corona Vaccine પર ભારતની સફળતાથી બળી રહ્યું છે ચીન, હેકર્સે Bharat Biotech અને Serum Institute ને બનાવી નિશાન
પાડોશી દેશ ચીનનું (China) એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાવનાર આરોપી ચીને ભારતમાં કોરોના વેક્સીન બનાવતી કંપનીઓને નિશાન બનાવી છે
Trending Photos
નવી દિલ્હી: પાડોશી દેશ ચીનનું (China) એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાવનાર આરોપી ચીને ભારતમાં કોરોના વેક્સીન બનાવતી કંપનીઓને નિશાન બનાવી છે. ચીન સરકાર સમર્થિક હેકર્સે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેકની (Bharat Biotech) આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેનને વિક્ષેપિત કરવાન પ્રયાસ કર્યો હતો.
હેકર્સે આઇટી સિસ્ટમને બનાવ્યું હતું નિશાન
સાયબર ઇન્ટેલિજેન્સ ફર્મ સાયફર્માએ (Cyfirma) ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે, ચીન સરકાર સમર્થિત હેકર્સે તાજેતરના અઠવાડિયામાં સમયમાં ભારતીય વેક્સીન નિર્માતાઓની આઇટી સિસ્ટમને નિશાન બનાવી હતી. તમને જણાવી દઇએ કે, ભારત અને ચીન બંનેએ ઘણા દેશોને કોવિડ-19 વેક્સીન વેચી અથવા ગિફ્ટમાં આપી છે. ભારતે અત્યારસુધીમાં દુનિયાભરમાં વેચાયેલી તમામ રસીઓમાં 60 ટકાથી વધારે ઉત્પાદન કર્યું છે.
ચીન હેકિંગ ગ્રુપ APT10 એ કર્યો હતો પ્રયત્ન
સિંગાપુર અને ટોક્યોમાં સ્થિત ગોલ્ડમેન સેક સાથે સંકળાયેલી કંપની સાયફર્મા (Goldman Sachs-backed Cyfirma) અનુસાર, ચીન હેકિંગ ગ્રુપ APT10 એ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના (SII) આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેન સોફટવેરની નબળાઈઓની ઓળખ કરી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચીન હેકિંગ ગ્રુપને સ્ટોન પાન્ડાના (Stone Panda) નામથી પણ ઓળખવામાં આવે છે.
હેકર્સને મળ્યા ઘણા નબળા સર્વર
બ્રિટનની ગુપ્તચર એજન્સી એમઆઇ-6 ના પૂર્વ ઉચ્ચ અધિકારી અને સાયફાર્માના સીઈઓ રિતેશે કહ્યું, તેનો મુખ્ય ઉદેશ્ય બૌદ્ધિક સંપત્તિમાં ઘુસણખોરી અને ભારતીય દવા કંપનીઓ પર બઢત હાંસલ કરવાની છે. APT10 સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને અસરકારક રીતે નિશાન બનાવી છે. તેમણે ઉમેર્યું, સીરમ કંપની ઘણા દેશો માટે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવી રહી છે અને ટૂંક સમયમાં મોટા પાયે નોવાવેક્સનું પણ ઉત્પાદન શરૂ કરશે. હેકર્સે સીરમના ઘણા નબળા સર્વરો મળ્યા છે જે ખુબ જ ચિંતાજનક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે